બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Terminate pregnancy of teen rape victim, take care of child if alive, says Kerala HC

ન્યાયિક / ગર્ભવતી સગીરાના હિતમાં હાઈકોર્ટનો ચુકાદો, 24 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી, બાળકને લઈને કરી મોટી વાત

Hiralal

Last Updated: 05:54 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે 15 વર્ષીય સગીરાના ગર્ભપાતને મંજૂરી આપી છે. સગીરા હાલમાં 24 અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે પરંતુ હાઈકોર્ટે તેની ઉંમરને લઈને મંજૂરી આપી છે.

  • કેરળ હાઈકોર્ટે 15 વર્ષીય સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી
  • કેરળની સગીરા છે 24 અઠવાડિયાની ગર્ભવતી
  • જન્મ સમયે બાળક જીવિત હોય આપો સારામાં સારી મેડિકલ સારવાર 

કેરળ હાઈકોર્ટે ગર્ભવતી સગીરાના હિતામાં એક મોટો ચુકાદો જાહેર કરતા તેને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. કેરળની સગીરા હાલમાં 24 અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અનુસાર 24 અઠવાડિયા પછીના ગર્ભપાતની મંજૂરી નથી તેમ છતાં પણ હાઈકોર્ટે સગીરાના હિતમાં આવો નિર્ણય લીધો છે. એક બાજુ દિલ્હી હાઈકોર્ટે અવિવાહિત ગર્ભવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે તો બીજી બાજુ કેરળ હાઈકોર્ટે 24 અઠવાડિયાની ગર્ભવતી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. 

જન્મ સમયે જીવિત હોય તો બાળકને આપો સારામાં સારી મેડિકલ સારવાર-હાઈકોર્ટ 
સગીરાની 24 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપતા કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને એક મેડિકલ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ વી જી અરુણે 15 વર્ષીય સગીરાની અરજી પર વિચાર કરતાં કહ્યું હતું કે, "જો બાળક જન્મ સમયે જીવિત હોય તો" હોસ્પિટલ એ સુનિશ્ચિત કરશે કે બાળકને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવે.

સગીરા સંભાળ રાખવા ન માગતી હોય તો બાળકની જવાબદારી રાજ્યની 
જસ્ટિસે એવું કહ્યું કે જો સગીરા બાળકની જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય તો રાજ્ય અને તેની એજન્સીઓ સંપૂર્ણ જવાબદારી સંભાળશે અને બાળકને તબીબી સહાય અને સુવિધાઓ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલમાં સગીરાનો ગર્ભપાત કરવો પડશે. 

સગીરાના હિતમાં ચુકાદો આપવો જરુરી- જસ્ટિસ 
જસ્ટિસે કહ્યું કે અઘરા સવાલ પર અનેક વાર મનોમંથન કર્યા બાદ મને કાયદાને વળગી રહેવાને બદલે સગીરાના હિતમાં ચુકાદો આપવાનું જરુરી લાગે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એક્ટ, 1971માં 24 અઠવાડિયાની બાહ્ય મર્યાદા પ્રદાન કરવામાં આવી છે, જે પછી ગર્ભપાત કરવાની મંજૂરી નથી.

દિલ્હી હાઈકોર્ટે અવિવાહીત ગર્ભવતી મહિલાને ગર્ભપાતને મંજૂરી ન આપી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હી હાઈકોર્ટ અવિવાહીત ગર્ભવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. અપરણિત ગર્ભવતી મહિલા હાલમાં 24 અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે પરંતુ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અનુસાર 24 અઠવાડિયા પછીના ગર્ભપાતની મંજૂરી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ