બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / Teenager s memory resets every two hours after traumatic kick to the head

OMG / દર બે કલાકે બધું જ ભૂલી જાય છે આ છોકરી! જાતે જ રીસેટ થઈ જાય છે મેમરી

Shalin

Last Updated: 10:11 PM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક ઘટનાઓ આપણા માનવામાં ન આવે તે હદે વિચિત્ર થતાં સાચી હોય છે. આમ પણ સત્ય આપણી કલ્પના કરતાં પણ ઘણું ચોંકાવનારું હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકાના ઈલિનોઈસની એક ટીનેજર સાથે બન્યો છે.

ઈલિનોઈસની 16 વર્ષની રિલે હોર્નર દર બે કલાકે બધું ભૂલી જાય છે અને તેને દરેક દિવસ 11 જૂન 2019 હોય તેવું જ લાગે છે. રિલેની યાદશક્તિ 11 જૂનમાં જ અટકી ગઈ છે. મગજમાં થયેલી એક ગંભીર ઈજાને કારણે તેની મેમરી દર બે કલાકે ફરીથી સેટ થાય છે અને તેને લાગે છે કે આજે પણ 11 જૂનનો જ દિવસ છે. આ એ જ અનલકી તારીખ છે, જ્યારે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ પરિવાર સાથે રહેતી રિલે હોર્નરનું જીવન જાણે અટકી જ ગયું છે. 

રિપોર્ટ અનુસાર, 11 જૂને એક કાર્યક્રમ દરમિયાન નૃત્ય કરતી વખતે કોઈનાથી ભૂલથી રિલેના માથા પર લાત લાગી ગઈ હતી, જેના કારણે તેને મગજમાં ગંભીર ઈજા થઈ હતી. રિલેને હવે કંઈ પણ યાદ નથી રહેતું. તે આજે ક્યો દિવસ છે તે પણ ભૂલી જાય છે. થોડાં કલાકો પહેલા તેણે જે કર્યું હોય તે પણ રિલે ભૂલી જાય છે. 

પોતાની આ વિચિત્ર મજબૂરી અંગે રિલેએ કહ્યું કે, કેલેન્ડર મારા દરવાજા પર જ લટકી રહ્યું છે, જેના પર રોજના દિવસને માર્ક કરવામાં આવે છે, જેની મદદથી હું જાણી શકું કે આજે કયો દિવસ છે. સામાન્ય લોકો મારી સ્થિતિને સમજી શકતા નથી. 

રિલેની માનસિક પરિસ્થિતિ વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'ગ્રાઉન્ડહોગ' જેવી જ બની ગઈ છે. આ ફિલ્મમાં બિલ મુર્રે અને એન્ડી મેકડૉવેલ અભિનેતા હતાં. આ ફિલ્મમાં મુર્રેનું પાત્ર દરરોજ કોઈ એક ચોક્કસ દિવસ જીવે છે તેવું દર્શાવાયું છે. 

રિલેની આ વિચિત્ર સ્થિતિ અંગે ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત છે. રિલે અને તેના માતાપિતા આ રોગ પાછળનું અસલી કારણ જાણવા માગે છે, પરંતુ ડોકટરો તેમને કંઈ કહી શક્યા નથી. તેની માતા સારાહ હોર્નરે કહ્યું કે, ડોકટરો કહે છે કે બધું સારું છે, મેડિકલની દ્રષ્ટિએ કોઈ સમસ્યા નથી. 

એમઆરઆઈ અને સીટી સ્કેનમાં પણ ડૉક્ટરોને કોઈ સમસ્યા દેખાતી નથી. રિલેનું મગજ સંપૂર્ણ રીતે ઠીક છે અને યોગ્ય રીતે કામ પણ કરે છે. છતાં પણ રિલેને 11 જૂન પછીનું કંઇ પણ યાદ નથી રહેતું. રિલેને તેના રોજિંદા કાર્યો માટે પણ નોટબુકમાં બધું લખવું પડે છે. ઉપરાંત તે ફોનમાં બધા ફોટો પાડી લે છે, જેથી બીજા દિવસે ફોટો જોઈને તે બધું યાદ કરી શકે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ