ભારતીય ટીમે ગયા વર્ષે પણ આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ હાર્દિક પંડ્યાએ પ્રથમ વખત ટીમની કમાન સંભાળી હતી. ભારતે તે શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી.
વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું
વર્લ્ડ કપ પહેલા ભારત આયર્લેન્ડ સિરીઝની જાહેરાત
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 ટી-20 મેચ રમાશે
વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે માત્ર એક્શન શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. જોકે આમાં હજુ થોડો સમય છે. ત્યાં સુધી તમામ ટીમો અલગ-અલગ શ્રેણી અને ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે અને પોતાની તૈયારીઓને તેજ કરતી રહેશે. ટીમ ઈન્ડિયા પણ સતત વ્યસ્ત રહેશે. આ દરમિયાન તે એશિયા કપ પણ રમશે. પરંતુ આ ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ખેલાડીઓ આયર્લેન્ડની મુલાકાત લેશે જ્યાં ત્રણ મેચની સિરીઝ રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમાશે
જો કે, ટીમ ઈન્ડિયા હાલમાં બ્રેક પર છે અને થોડા દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમાશે. આ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ પછી બધાને એશિયા કપની રાહ જોવી પડશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા આયર્લેન્ડનો નાનો પ્રવાસ પણ કરશે.
Who’s ready for a Malahide party❓
Ireland will host India for a three-match T20I series in August.
ક્રિકેટ આયર્લેન્ડે ભારતીય ટીમના પ્રવાસની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષની જેમ ફરી એકવાર બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. ગત વખતે જ્યાં બે T20 મેચ રમાઈ હતી ત્યાં આ વખતે શ્રેણીમાં 3 મેચ રમાશે. આ પ્રવાસની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી પરંતુ હવે મેચોની તારીખો પણ કન્ફર્મ થઈ ગઈ છે. આ ત્રણ મેચની T20 શ્રેણી આયર્લેન્ડની રાજધાની ડબલિન નજીકના માલાહાઇડ શહેરમાં રમાશે. તેની શરૂઆત 18 ઓગસ્ટથી થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે.
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ આયર્લેન્ડ જશે
આ સિરીઝ માટે પણ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ આયર્લેન્ડ જશે. ગત વર્ષે પણ હાર્દિક આયર્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. આ પ્રવાસમાં તેણે પહેલીવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ભારતે તે શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી. ત્યારે તે માત્ર અસ્થાયી કેપ્ટન હતો પરંતુ આ વખતે તે પૂર્ણ સમય ટી20 કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે.