બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / tanishka from hariyana got all india rank 1 in neet ug

અદ્વિતીય સિદ્ધિ / NEET માં 720માંથી 715 માર્ક્સ લાવી દેશમાં અવ્વલ બની આ દીકરી, JEE Mains માં પણ હતી ટોપર

Khevna

Last Updated: 09:59 AM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની તનિષ્કાએ NEET UGમાં ઓલ ઈન્ડિયા રેન્ક - 1 પ્રાપ્ત કર્યો છે. જાણો વિગતવાર

  • NEET UGમાં ટોપર રહી તનિષ્કા 
  • હરિયાણાની રહેવાસી 
  • 720માંથી 715 અંક પ્રાપ્ત કર્યા

NEET UGમાં ટોપર રહી તનિષ્કા 

બુધવારે મોડી રાત્રે દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2022નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. દિવસભરની રાહ જોયા બાદ રિઝલ્ટ મોડી રાત્રે જાહેર થયું. આ પરીક્ષામાં તનિષ્કાએ ઓલ ઈન્ડિયા રેન્ક -1 પ્રાપ્ત  કર્યો છે. તનિષ્કા મૂળરૂપથી હરિયાણાની રહેવાસી છે અને બે વર્ષ કોટા રહીને તેણે NEET UG ની તૈયારી કરી છે. તનિષ્કાએ 720માંથી 715 અંક પ્રાપ્ત કર્યા છે. 

હરિયાણાની રહેવાસી 

NEET UG ટોપર તનિષ્કાની માં સરિતા કુમારી એક ગવર્નમેંટ સ્કૂલમાં ટીચર છે. જ્યારે તેના પિતા કૃષ્ણ કુમાર પણ ગવર્નમેંટ ટીચર છે. તનિષ્કાએ NEET UGમાં ઓલ ઈન્ડિયા રેન્ક 1 પ્રાપ્ત કર્યો છે. તે ગત બે વર્ષથી એલનનાં ક્લાસરૂમમાં સ્ટુડન્ટ રહી છે. તનિષ્કા જણાવે છે કે હું ડૉક્ટર બનવા માંગુ છું કેમકે આ એક એવી ફિલ્ડ છે, જેમાં તમે બીજાની મદદ કરી ખુદન્એ સેટિસ્ફાય કરી શકો છો. 

તનિષ્કા જણાવે છે કે NEETની તૈયારી દરમિયાન, કન્સેપ્ટસને ઊંડાણથી સમજવા માટે તે વધારે પ્રશ્નો પૂછતી હતી અને તેમાં ખચકાતી ન હતી. ક્યારેય ટેસ્ટમાં ઓછા માર્કસ આવતા હતા તો પેરેન્ટ્સ પણ મોટિવેટ કરતાં અહતા. તે રોજ 6-7 કલાક સેલ્ફ સ્ટડી કરતી હતી. નીટ સ્ટુડન્ટ્સ અંતિમ સમયમાં નહીં પણ પહેલા જ દિવસથી  લક્ષ્યની તૈયારી કરે. ક્લાસરૂમમાં જેમ જેમ કોર્સ આગળ વધતો હતો, તો પાછળનું પણ તમારે વારંવાર રિવિઝન કરવું પડતું હતું. ટૉપિકવાઇઝ નાના નાના નોટ્સ પણ બનાવી શકાય છે. 

JEE મેન્સમાં પણ 99.50 પર્સન્ટાઇલ સ્કોર કર્યો 

તનિષ્કાએ આ જ વર્ષે 12માં ધોરણમાં 98.6 ટકા માર્કસ મેળવ્યા છે. જ્યારે 10 માં ધોરણમાં 96.4 ટકા મેળવ્યા હતા. આ ઉપરાંત, જેઇઇ મેન્સમાં 99.50નો પર્સન્ટાઇલ સ્કોર કરી ચૂકી છે. દિલ્હી એમ્સમાં MBBS કરીને તનિષ્કા કાર્ડિયો, ન્યૂરો અથવા ઓન્કોલોજીમાં સ્પેશિયલાઈઝેશન કારવકા માંગે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ