બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / taliban victims were locked in gurudwara since 7 days 168 people came back to india

અફઘાનિસ્તાન / સાત દિવસથી ગુરુદ્વારામાં બંધ હતા, ભારત આવેલા શીખ સરદાર આપવીતી જણાવતા રડી પડ્યા, જુઓ VIDEO

Mayur

Last Updated: 12:37 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 168 યાત્રીકોને લઈને વાયુસેનાનું વીમાન C-17 ગ્લોબમાસ્ટર ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. આ યાત્રિકોમાં 24 અફઘાન શીખ પણ સામેલ છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 168 યાત્રીકોને લઈને વાયુસેનાનું વીમાન C-17 ગ્લોબમાસ્ટર ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. આ યાત્રિકોમાં 24 અફઘાન શીખ પણ સામેલ છે. આમાં બે અફઘાન સાંસદ એટલે કે સેનેટર અનારકલી અને નરેન્દ્ર સિંહ ખાલસા પણ સામેલ છે. અનારકલી તાલિબાનો સામે અવાજ ઉઠાવી રહી છે અને હવે કદાચ તે ક્યારેય કાબૂલ પછી નહીં જાય. 

Image

તાલિબાનો ત્યાં લોકોને શોધી શોધીને તપાસ કરી રહ્યા

હીંડન એરબેઝ પહોંચેલા એક શીખ સરદારે કહ્યું હતું કે ત્યાંની હાલત એવી છે કે આઠ આઠ દિવસથી લોકો ગુરુદ્વારામાં કેદ થઈ ગયા છે. સરદારે કહ્યું હતું કે તાલિબાનો ત્યાં લોકોને શોધી શોધીને તપાસ કરી રહ્યા છે . તેમણે જણાવ્યું હતું કે  એરપોર્ટ પર જ્યારે લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે તાલિબાનીઓ લોકોને ઉઠાવી ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. ત્યાર બાદ નરેન્દ્ર સિંહ પણ પોતાની આપવીતી કહીને રડી પડ્યા હતા. 

વતનની માટી પર પગ રાખીને જ અમે રાહતનો દમ લીધો

કાબૂલથી આવી રહેલા એક યુવકે કહ્યું હતું કે તેઓ સ્ટીલના એક પ્લાન્ટમાં કામ કરતાં હતા. વતનની માટી પર પગ રાખીને જ અમે રાહતનો દમ લીધો હતો. હવે કદી અમે ફરી અફઘાનિસ્તાન જવા નથી માંગતા. એક અફઘાન મહિલાએ જણાવ્યું હતું કે તેઓનાં ઘર તાલિબાનોએ સળગાવી દીધા છે અને તેઓ કોઈ પણ રીતે ભારત આવવા માંગતા હતા અને હવે જ્યારે તેઓ ભારત આવી ચૂક્યા છે ત્યારે તેમણે ઘણી રાહત અનુભવાય છે. 

રડી પડ્યા સાંસદ 

અફઘાનિસ્તાનથી પરત ભારત આવેલા  નરેન્દ્ર સિંહ ખાલસા પણ વાતચીત દરમિયાન રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં જે ઊભું કર્યું હતું તે ખતમ થઈ ગયું. બધુ શૂન્ય થઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ