બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati of Bhavnagar suspended after the video went viral

કાર્યવાહીનો આનંદ / લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરાતા ભાવનગરના 'બુધેલ' ગામમાં દિવાળી જેવો માહોલ, જુઓ Video

Malay

Last Updated: 10:59 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરના બુધેલ ગામના તલાટી મંત્રી લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કરી આકરી કાર્યવાહી, તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ.

  • ભાવનગરના બુધેલ ગામના તલાટી મંત્રી સામે કાર્યવાહી
  • વીડિયો વાયરલ થતાં તલાટી જયેશ ડાભી સસ્પેન્ડ
  • ગ્રામજનોએ ફટાકડા ફોડી મીઠાઈ પણ વહેંચી  
  • મેરેજ સર્ટિફિકેટ માટે 4 હજાર રૂપિયાની લીધી લાંચ

ભાવનગરના બુધેલ ગામના તલાટી મંત્રીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તલાટીને સસ્પેન્ડ કરાયાના સમાચાર આવતાની સાથે જ ગ્રામજનોએ ગામમાં ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ પણ વહેંચી હતી. આ તકે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. 

મેરેજ સર્ટિફિકેટ માટે તલાટીએ માંગી હતી લાંચ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના બુધેલ ગામે રહેતા હારીતભાઈ જોશીની દીકરી પ્રેક્ષા જોશીના લગ્ન આલાપ ત્રિવેદી સાથે નવેમ્બર 2022માં થયા હતા. જે બાદ હારીતભાઈએ દીકરીના મેરેજ સર્ટિફિકેટ માટે અનેકવાર તલાટી મંત્રી પાસે ધક્કા ખાધા બાદ વકીલ રાજેશ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. જેથી રાજેશભાઈએ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભીને મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા જણાવ્યું હતું. આ દરમિયાન તલાટી મંત્રી જયેશ ડાભીએ વકીલને વર, કન્યા, સાક્ષીઓ, ગોરમહારાજ વગેરેને રૂબરૂ ઉપસ્થિત રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે અને તેમ ન કરવું હોય તો નાણાકીય વ્યવહારની વાત કરી હતી.

વકીલે ઉતારી લીધો વીડિયો
જેથી વકીલ રાજેશ ભટ્ટે તલાટી મંત્રી જયેશ ડાભીને પૈસા લેવા માટે ભાવનગર કોર્ટની બહાર બોલાવ્યા હતા. આ દરમિયાન વકીલે તલાટી મંત્રીને રૂપિયા 4000 આપતો વીડિયો ઉતારી લીધો હતો. ધક્કા ખવડાવ્યા બાદ 4 હજારની લાંચ મળતા તલાટી મંત્રીએ મેરેજ સર્ટિફિકેટ કાઢી આપ્યું હતું. જે બાદ વકીલ રાજેશ ભટ્ટે લાંચ આપતો વીડિયો વાયરલ કર્યો હતો. 

વાયરલ વીડિયોએ જગાવી ચકચાર
વાયરલ થયેલા વીડિયોને કારણે ભારે ચકચાર મચવા પામી હતી. વાયરલ વીડિયોને જિલ્લા પંચાયત કચેરીએ ગંભીરતાથી લીધો હતો. હાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.સોલંકી દ્વારા તલાટી મંત્રી જયેશ ડાભીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પાલીતાણા હેડક્વાર્ટર ખાતે તેમની બદલી કરવામાં આવી છે. તલાટીને સસ્પેન્ડ કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ