બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / Take a small break and do physical activities more at workplace to avoid diabetes and weight gain problems

તમારા કામનું / ઓફિસમાં રોજ કરજો આ નાના-નાના કામ, ડાયાબિટીસ અને વજન રહેશે તમારા કંટ્રોલમાં, રિસર્ચમાં મળ્યું જોરદાર રિઝલ્ટ

Vaidehi

Last Updated: 07:02 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કપ્લેસ પર નાનાં-નાનાં બ્રેક અને હેલ્ધી હેબિટ્સ જાળવીને ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, ઓવર વેઈટ વગેરે સમસ્યાઓને કંટ્રોલ કરી શકો છો.

  • વર્કપ્લેસ પર બેઠાડુ જીવનને લીધે આવે છે બીમારીઓ
  • ડાયાબિટીઝ, બ્લડ પ્રેશન, ઓવર વેઈટ વગેરે શારીરિક સમસ્યાઓ
  • હેલ્ધી વર્કપ્લેસ હેબિટ રાખવાથી રહી શકે છે શરીર સ્વસ્થ

લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરમાં બીમારીઓ જન્મ લેવા માંડે છે. તેથી એ જરૂરી છે કે શરીર મૂવ કરતું રહે. પરંતુ આજકાલ મોટાભાગનાં લોકોનું જીવન બેઠાડુ બન્યું છે કારણકે વર્કપ્લેસ પર કામ કરતાં સમયે હરવું-ફરવું શક્ય નથી બનતું હોતું. પરંતુ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કપ્લેસ પર નાનાં-નાનાં બ્રેક લઈને હેલ્ધી આદતો નાખવાથી શરીરમાં બીમારીઓ આવતી નથી અને સ્વસ્થતા જળવાઈ રહે છે.

પબ્લિક હેલ્થ ફાઉંડેશન ઑફ ઈન્ડિયા, મદ્રાસ ડાયાબિટીઝ રિસર્ચ ફાઉંડેશન, એમોરી અને હાર્વર્ડ યૂનિવર્સિટીએ સંયુક્તરૂપે એક સર્વે બાદ પોતાનું રિપોર્ટ ઈન્ડિયા વર્ક્સમાં રિલીઝ કરતાં જણાવ્યું કે હેલ્ધી વર્કપ્લેસ હેબિટ્સ, કર્મચારીઓને આ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તેમણે જાણ્યું કે નાનાં-નાનાં બ્રેકની આદતો અને પોર્શન કંટ્રોલે અનેક કર્મચારીઓને ટાઈપ 2 ડાયાબિટીઝનાં સ્તરને સામાન્ય કરવા, વજન ઓછું કરવા અને બ્લડ પ્રેશર કાબૂ કરવામાં મદદ કરી.

આ આદતોથી સ્વસ્થ રહેશે શરીર

  • એક સપ્તાહમાં બ્રિસ્ક એટલે કે ફાસ્ટ વૉકને 150 મિનીટ સુધી વધારવું. એટલે કે એક દિવસમાં આશરે 22 મિનીટ જેટલું સ્પીડ વૉક કરવાથી ઓવરઓલ વજન 7% જેટલું ઘટાડી શકાય છે.
  • ઓફિસમાં કામની વચ્ચે શારીરિક રૂપે જેટલા વધુ સક્રિય રહી શકાય તેટલું રહેવું જોઈએ.
  • કેન્ટિનનાં ફુડની જગ્યાએ હેલ્ધી ફ્રુટ કે અન્ય હેલ્ધી ફુડનાં સેવનથી બિનજરૂરી સમસ્યાઓને ટાળી શકાય છે.

રિસર્ચનાં સવાલો
આ રિપોર્ટમાં - ઑફિસ કેન્ટિનમાં ખાવાનાં પોર્શનમાં ફેરફાર કરવાથી બ્લડ શુગરને મેનેજ કરવામાં મદદ મળે છે કે કેમ? અને શઉં હેલ્ધી વર્કિંગ હેબિટ્સ આપણાં સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરે છે કે કેમ? વગેરે પ્રશ્નોનો જવાબ શોધવામાં આવ્યો છે.

રિસર્ચમાં મળ્યાં ચોંકાવનારાં પરિણામો
INDIA WORKSમાં કહેવામાં આવ્યું કે 18 મહિનાની રિસર્ચમાં સામે આવ્યું છે કે આ આદતોનાં કારણે ઓછામાં ઓછા 25% લોકોનું HBA1C સામાન્ય થઈ ગયું અને તેમણે એ આંકડો લગભગ 2 વર્ષો સુધી મેઈનટેઈન પણ કર્યો. આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણકે તે જીવનશૈલીમાં સુધારો કરવાની એક સારી રીત રજૂ કરે છે. તે જણાવે છે કે કોર્પોરેટ વર્ક કલ્ચરમાં પોતાની રોજિંદી વર્કિંગ હેબિટ્સમાં થોડાઘણાં સુધારા કરીને પણ કર્મચારીઓ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે.

ડોક્ટર વી મોહને આપી રિસર્ચ અંગેની માહિતી
મદ્રાસ ડાયાબિટીઝ રિસર્ચ ફાઉંડેશનનાં પ્રેસિડેંટ અને ચેરમેન ડોક્ટર વી મોહને જણાવ્યું કે આ કોર્પોરેટ જગતમાં સૌથી લાંબા સમય સુધી કરવામાં આવેલા સર્વે રિપોર્ટમાંનું એક છે. આ વર્કપ્લેસ પર હેલ્ધી આદતો અને વાતાવરણને પ્રોત્સાહન આપતું શાનદાર ઉદાહરણ છે કે કેવી રીતે કર્મચારીઓ કાર્યસ્થળ પર પોતાની લાઈફસ્ટાઈમાં નાના-મોટા સુધારા કરીને અનેક બીમારીઓથી પોતાને બચાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ