બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 rohit sharma should lead team india in place of hardik pandya

ક્રિકેટ / T20 વર્લ્ડકપમાં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ? જાણો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મામાં કોનું પલડું ભારે

Arohi

Last Updated: 01:05 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ICCના આગામી મોટા ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કોણે કરવી જોઈએ? જાણો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મામાં કોનું પલડું વધારે ભારે છે.

  • T20 વર્લ્ડ કપમાં કોણ કરશે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી? 
  • જાણો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મામાં કોનું પલડું ભારે 
  • ક્રિકેટ ફેંસ માટે સૌથી મોટો સવાલ 

ICC પુરૂષ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસ બાકી નથી રહ્યા. બધી ટીમોએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમની નજર પણ આ ટ્રોફી પર છે. આ પહેલા એક મોટો સવાલ લોકોના મગજમાં છે. આગામી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કોણ કરશે? જો તમારો પણ આ સવાલ છે તો તેનો જવાબ અહીં છે. 

ઝહીર ખાને રોહિત શર્માનું કર્યું સમર્થન 
દેશના દિગ્ગજ ક્રિકેટરોએ આ સવાલનો જવાબ આપ્યો છે. પૂર્વ ક્રિકેટર જહીર ખાને એક ઈન્ટરવ્યૂમાં જણા્યું કે, "ટી20 વર્લ્ડ કપમાં જ્યારે વધારે દિવસ નથી રહ્યા. મને લાગે છે કે ટીમને અનુભવની સાથે આગળ વધવું જોઈએ. સિલેક્ટર્સને અનુભવી ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. "

તેમણે આગળ જણાવ્યું, "મને બિલકુલ આશ્ચર્ય નહીં થાય જો રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની આગેવાની કરે. તે લાંબા સમયથી કેપ્ટન છે અને ખેલાડીઓને સારી રીતે સમજે છે. મેચ વખતે ખરાબ પરિસ્થિતિઓ અને પ્રેશરને તે સારી રીતે સંભાળી શકે છે. બાકી ખેલાડીઓને તમે ભવિષ્ય માટે તૈયાર કરી શકો છો. મારા હિસાબથી તેમને જ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવી જોઈએ."

પાર્થિવ પટેલે શું કહ્યું? 
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે પણ આ મુદ્દા પર પોતાનો વિચાર મુક્યો છે. તેમણે પણ મોટી ટૂર્નામેન્ટ માટે અનુભવ પર ભાર આપ્યો છે. પૂર્વ વિકેટકીપરે બેટિંગ પર વાત કરતા કહ્યું, "બિલકુલ રોહિત શર્માને ટી20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન્સી કરવી જોઈએ. બધાએ માની લીધુ છે કે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ હાર્દિક પંડ્યા ભારતના નેક્સ્ટ ટી20 કેપ્ટન રહેશે. પરંતુ તેમની ઈજાને જોતા તમે અંદાજો નહીં લગાવી શકો કે ફરી વખત તે મેદાનમાં ક્યારે વાપસી કરશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ