બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / suryakumar yadav in asia cup 2023 after consecutive 3 golden duck record in odi

ક્રિકેટ / વન-ડેમાં શરમજનક રેકોર્ડ... છતાંય એશિયા કપમાં આ ભારતીય ખેલાડીની ધાકડ એન્ટ્રી, જાણો કોણ છે એ લકી પ્લેયર

Manisha Jogi

Last Updated: 04:41 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ બેટ્સમેન ટી20 રેન્કિંગમાં નંબર 1 છે, પરંતુ વન ડે મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી.

  • એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત
  • જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યરની વાપસી
  • આ બેટ્સમેન ટી20 રેન્કિંગમાં નંબર 1, પરંતુ વન ડે મેચમાં કંઈ ખાસ કરી શક્યા નથી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં 17 સભ્યોની ટીમ કે.એલ. રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. આ ટીમમાં ICC ટી20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પણ જગ્યા મળી છે. સૂર્યા વન ડે વર્લ્ડ કપમાં પણ રમી શકે છે. સૂર્યાકુમાર યાદવ T20માં નંબર વન છે, પરંતુ વન ડે મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. 

વન ડે મેચમાં સૂર્યાકુમાર યાદવનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. અત્યાર સુધી 26 વન ડે મેચ રમી છે, પરંતુ માત્ર બે જ અડધી સદી ફટકારી શક્યા છે. છેલ્લી 10 વન ડે મેચમાં પણ એવરેજ ખરાબ રહ્યું છે. આ સાથે તેમણે વન ડે મેચમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે, તેમ છતાં તેમને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 

વન ડે મેચમાં શરમજનક વર્લ્ડ રેકોર્ડ 
આ વર્ષે સૂર્યા માટે વન ડે મેચ ખૂબ જ ખરાબ રહી છે. સૂર્યાએ આ વર્ષે કુલ 10 વન ડે મેચ રમી છે, જેમાં 14.11ની સરેરાશથી માત્ર 127 રન કર્યા છે. આ દરમિયાન સૂર્યા સતત 3 વન ડે મેચમાં ગોલ્ડન ડક (પહેલો બોલ) પર આઉટ થયા હતા અને શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. વૈશ્વિક સ્તરે સૂર્યાકુમાર યાદવ એકમાત્ર એવા પ્લેયર છે, જે ત્રણ મેચની સીરિઝમાં સતત 3 વાર ગોલ્ડન ડક પર આઉટ થયા હતા. 

ત્રણ વન ડે મેચમાં સતત ઝીરો પર આઉટ થવાના મામલે સૂર્યાકુમાર યાદવ છઠ્ઠા ભારતીય છે. જેમાં સચિન તેંડુલકર, અનિલ કુંબલે, ઝહીર ખાન, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. સચિન તેંડુલકર વર્ષ 1994માં સતત ત્રણ મેચમાં ઝીરો પર આઉટ થયા હતા. 

ભારતીય મેદાન પર શરમજનક રેકોર્ડ
સૂર્યાકુમાર યાદવે ભારતીય મેદાન પર જ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે માર્ચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ઘરેલુ વન ડે સીરિઝ રમી હતી. આ સીરિઝમાં સૂર્યાએ ગોલ્ડન ડકનો રેકોર્ડ બનાવ્યો હતો. 

સતત ત્રણ મેચમાં ઝીરો પર આઉટ થનાર ભારતીય

  • સચિન તેંડુલકર (1994)
  • અનિલ કુંબલે (1996)
  • ઝહીર ખાન (2003-04)
  • ઈશાંત શર્મા (2010-11)
  • જસપ્રિત બુમરાહ (2017-2019)
  • સૂર્યકુમાર યાદવ (2023)

સૂર્યાનો ઓવરઓલ વન ડે રેકોર્ડ ખરાબ

સૂર્યાનો ઓવરઓલ વન ડે રેકોર્ડ ખરાબ રહ્યો છે. અત્યાર સુધી તેમણે 26 વન ડે  મેચ રમી છે, જેમાં તેમની એવરેજ 24.33 રહી છે જે એકદમ ખરાબ સ્તરે છે. આ દરમિયાન સૂર્યાકુમાર યાદવે 511 રન ફટકાર્યા છે. સૂર્યા વન ડે મેચમાં માત્ર બે જ અડધી સદી ફટકારી છે. સૂર્યાએ 14 માર્ચ 2021ના રોજ વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી મેચ કોલંબોમાં શ્રીલંકા સામે રમી હતી. 

એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રખ્યાત કૃષ્ણા.
ટ્રાવેલિંગ રિઝર્વ- સંજૂ સૈમસન

એશિયા કપ શિડ્યુલ
30 ઓગસ્ટ: પાકિસ્તાન vs નેપાળ- મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ vs શ્રીલંકા- કેન્ડી
2 સપ્ટેમ્બર: ભારત vs પાકિસ્તાન- કેન્ડી
3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન- લાહોર
4 સપ્ટેમ્બર: ભારત vs નેપાળ- કેન્ડી
5 સપ્ટેમ્બર: શ્રીલંકા vs અફઘાનિસ્તાન- લાહોર

6 સપ્ટેમ્બર: A1 Vs B2- લાહોર
9 સપ્ટેમ્બર: B1 vs B2- કોલંબો (શ્રીલંકા vs બાંગ્લાદેશ હોઈ શકે છે)
10 સપ્ટેમ્બર: A1 vs A2- કોલંબો (ભારત vs પાકિસ્તાન હોઈ શકે છે)
12 સપ્ટેમ્બર: A2 vs B1- કોલંબો
14 સપ્ટેમ્બર: A1 vs B1- કોલંબો
15 સપ્ટેમ્બર: A2 vs B2- કોલંબો
17 સપ્ટેમ્બર: ફાઈનલ- કોલંબો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ