બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Surendranagar: Car rammed behind dumper on Mooli-Sarla road, 3 tragically killed

દુર્ઘટના / સુરેન્દ્રનગર: મૂળી-સરલા રોડ પર ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા જોરદાર અકસ્માત, 3નાં કરૂણ મોત

Vishal Khamar

Last Updated: 12:55 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર 3 લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાં બનતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • સુરેન્દ્રનગરમાં મુળી-સરલા રોડ પરના અકસ્માતમાં 3 ના મોત
  • ડમ્પર પાછળ કાર ઘૂસી જતા બની ઘટના 
  • ડમ્પરમાં રિફ્લેક્ટર લાઈટ ન હોવાથી અકસ્માત થયાનું તારણ

સુરેન્દ્રનગરમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મુળી-સરલા રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. રેતી ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ઘટના બની હતી.  ત્યારે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 

એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડમ્પરની પાછળ કાર ઘુસી જતા કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પાંચ વર્ષનાં બાળકનો આબાદ બચાવ થયો હતો. 

વધુ વાંચોઃ ગુજરાતીઓને ગેરકાયદે વિદેશ લઈ જવા મામલે પોલીસની મોટી જાહેરાત, બાતમી આપનારને અપાશે આટલાં હજારનું ઇનામ

ડમ્પરમાં રિફ્લેક્ટર લાઈટ ન હોવાથી અકસ્માત થયાનું તારણ
મૂળી-સરલા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ડમ્પર પાછળ રિફલેક્ટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. ત્યારે ત્રણેય મૃતકો મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતી. ડમ્પરમાં રિફલેક્ટર લાઈટ નહી હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ