બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In the case of illegally taking Gujaratis abroad, the police announced a reward for the accused

કબૂતરબાજી કૌભાંડ / ગુજરાતીઓને ગેરકાયદે વિદેશ લઈ જવા મામલે પોલીસની મોટી જાહેરાત, બાતમી આપનારને અપાશે આટલાં હજારનું ઇનામ

Vishal Khamar

Last Updated: 10:50 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓને ગેરકાયદે રીતે વિદેશ લઈ જવાનાં કેસમાં આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે પોલીસ દ્વારા ફરાર આરોપીઓની બાતમી આપવા બદલ ઈનામની જાહેરાત કરી છે. જેમાં 6 એજન્ટો પર પોલીસ દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

  • ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલો
  • આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
  • પોલીસે આરોપીઓ પર કરી ઈનામની જાહેરાત

 થોડાક સમય અગાઉ ગેરકાયદે રીતે વિદેશ જઈ રહેલા ગુજરાતીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે ગેરકાયદે રીતે ગુજરાતીઓને વિદેશ લઈ જવાના કેસમાં આરોપીઓ હજુ ફરાર છે. જે સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીઓની બાતમી આપવા બદલ ઈનામની જાહેરાત કરી છે.  બાતમી આપનારને 25 હજારનું ઈનામ આપવામાં આવશે. તેમજ 6 એજન્ટોની સામે 25-25 હજારનાં ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં આરોપી અમનદિપ, બિપીન દરજી, પંકજ પટેલ તેમજ રાકેશ રાય, ઝાકીર શૈખ, રજની ઉર્ફે શની નામનાં આરોપી પણ ફરાર છે. 

14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા
 અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા છે. ફ્લાઈટમાં જગ્યા પડતાં ગુજરાતનાં એજન્ટ મારફતે ગ્રાહક શોધવામાં આવતા હતા. દુબઈ લઈ જવાયેલા લોકોને 1 થી 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પણ અપાવી દેવાયા હતા. ફ્રાન્સથી પરત મોકલાયેલા  વિમાનમાં સવાર લોકોની તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો. 

સીઆઈડી ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહી હાથ ધરી
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવીએ કે, કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેચ્યો છે.  મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે.

14 એજન્ટોના નામ
વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે  પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ. 

મોબાઈલમાંથી ડોક્યુમેન્ટ કરાવ્યા હતા ડિલીટ
જે સમગ્ર મામલે IPCની કલમ 120 B, 201, 370 મુજબ ગુનો નોંધાયો દાખલ કરવામાં આવ્યો છે.  કાવતરૂ ઘડવુ, પુરાવાનો નાશ કરવો તેમજ ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવાનો કેસમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના વાંટ્રી એરપોર્ટથી પરત આવેલાં 66 પેસેન્જરના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એજન્ટોએ પેસેન્જરોના મોબાઇલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા તેમજ લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનુ પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ