બ્રેકિંગ ન્યુઝ
VTV / Surbhi became a Sultana in Bageshwar Dham, accepted Dhirendra Shastri as a brother
Priykant Shrimali
Last Updated: 12:42 PM, 24 January 2023
ADVERTISEMENT
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસોમા સતત ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી છે. તેમણે ગઇકાલે કહ્યું કે, આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બોઝે એક સૂત્ર આપ્યું હતું, પરંતુ આજે આપણે એક નવું સૂત્ર આપ્યું છે. તમે સારો સાથ આપો, હું તમને હિન્દુ રાષ્ટ્ર આપીશ. આ દરમ્યાન હવે તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એક મુસ્લિમ મહિલા સુલ્તાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને સુરભિ દાસી બની ગઈ.
શું છે સમગ્ર મામલો
બાગેશ્વર ધામમાં તાજેતરમાં જ એક એક મુસ્લિમ મહિલા સુલ્તાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ મહિલાએ હિન્દુ ધર્મ સ્વીકારી સુરભિ દાસી બની ગઈ. જોકે આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમને સ્ટેજ પર જ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સવાલોના જવાબ આપવાની સાથે સુલ્તાનાએ કહ્યું કે, હિંદુ ધર્મથી સારો કોઈ ધર્મ હોઈ શકે નહીં. આ ધર્મમાં ભાઈ-બહેનના લગ્ન નથી. ટ્રિપલ તલાક નથી, સિંદૂરનું મહત્વ છે.
ADVERTISEMENT
શું કહ્યું સુરભિએ ?
ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં સુરભિબનેલી મહિલાએ કહ્યું, "હિંદુ ધર્મ શ્રેષ્ઠ છે. હું છત્તીસગઢના બિલાસપુરની છું. મારા પિતાનું નામ આમિર ખાન છે. મારે ત્રણ ભાઈઓ છે. મારા પરિવારના સભ્યોએ મને ત્યજી દીધી છે કારણ કે, હું મૂર્તિઓની પૂજા કરું છું. પરિવારના સભ્યો કહે છે કે, તું મુસ્લિમ ધર્મના નામે કલંક છે, જો તું મરી જશે તો નરકમાં જશે. મને આ બાબતોની કોઈ પરવા નથી.
ADVERTISEMENT
आज दिव्य दरबार में बागेश्वर धाम सरकार के मंच पर मुस्लिम महिला ने स्वीकार किया हिन्दू धर्म…#bageshwardhamsarkar #bageshwardham #divyadarbar #raipur pic.twitter.com/3LDRMgwP0o
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 21, 2023
ADVERTISEMENT
હિન્દુ ધર્મ એ સભ્યતા અને સંસ્કૃતિ
ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિલાને પૂછે છે કે, તમે હિંદુ ધર્મ કેમ અપનાવવા માંગો છો? જેના જવાબમાં મહિલાએ જવાબ આપ્યો, હિંદુ ધર્મથી સારો કોઈ ધર્મ હોઈ શકે નહીં. હિંદુ ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારોનો ધર્મ છે. આ ધર્મમાં ભાઈ-બહેનના લગ્ન નથી. આ ધર્મમાં છૂટાછેડાથી મહિલાઓનું જીવન બરબાદ થતું નથી. આમાં એકવાર લગ્ન છે અને સિંદૂર મહત્વપૂર્ણ છે.
મહિલાએ કહ્યું હું તમને ભાઈ બનાવવા માંગુ છું
મહિલાના આ શબ્દો પછી ધીરેન્દ્ર શાસ્ત્રી પૂછે છે, તમને અહીં કોઈએ બોલાવ્યા છે?’ તેના પર તે કહે છે કે, તે પોતાની મરજીથી અહીં આવી છે. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું સ્વાગત કર્યું. ત્યારે તે કહે છે, હું તમને મારો ભાઈ બનાવવા માંગુ છું અને રાખડી બાંધવા માંગુ છું. આ પછ મહિલાએ જોરદાર અવાજમાં જય શ્રી રામ અને બાગેશ્વર ધામની જય કહીને પોતાની વાત પૂરી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.