બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat: Spa buffs beware: 10 lakhs were charged for beating a young man on the pretext of massage

હનીટ્રેપ / સુરત: સ્પાના રસિકો ચેતજો: મસાજના બહાને બોલાવી યુવક સાથે ધબકારા વધી જાય તેવું થયું, 10 લાખ પડાવ્યા

Vishal Khamar

Last Updated: 10:44 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સ્પામાં સારી સુવિધા આપવાની વાત કરી આઈ.ટી. સોફ્ટવેર વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો, 10.13 લાખ પડાવ્યા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.

  • સુરતમાં વધુ એક હનીટ્રેપની ઘટના આવી સામે 
  • સુરતમાં હનીટ્રેપનો સુરત ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
  • વેપારીને હનીટ્રેપમાં ફસાવી ઓનલાઈન 10 લાખ રૂપિયા પડાવ્યા

 શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા અને આઈ.ટી. સોફ્ટવેર યુવકને ઠગબાજ ટોળકીએ હનીટ્રેપનો શિકા૨ બનાવ્યો હતો. યુવકને વોટ્સઅપ કોલ કરી નવુ સ્પા ચાલુ કર્યું છે અને સારી એવી ફેસીલીટી મળશે કહી અલથાણ વીઆઈપી રોડ પર આવેલ આર્શીવાદ એવન્યુ વાળી ગલીમાં એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો.જ્યાં શરૂઆતમાં ટોળકીએ યુવકને એક રૂમમાં મહિલા સાથે બેસાડ્યો હતો.અને થોડીવારમાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બની અંદર ત્રાટકી દરોડા પડ્યા હતા. બાદમાં યુવકને મારમારી પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી અને મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા રૂ 10.13 લાખ પડાવી લીધા હતા. જે અંગેની અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા.પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વોટ્સઅપ કોલ કરી તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા

સુરતના પાલનપુર પાટીયા કેપ્ટન લક્ષ્મી માર્ગ જ્યોતીનગર ખાતે રહેતા પુન નિશીથભાઈ વ્યાસ અડાજણ કેબલ સ્ટ્રીટ બ્રીજ પાસે બિલ્ડિંગમાં છેલ્લા આઠ મહિનાથી ઓનલાઈન આઈ.ટીના પ્રોજેક્ટ અંતર્ગત જેમાં મોબાઈલ એપ તથા ગુગલ ક્લાઉડ એમેઝોન ક્લાઉડના સોફ્ટવેર બનાવવનું કામ કરે છે. ત્યારે પુન ગત તા 9મી જુનનાના રોજ ઓફિસમાં બેઠો હતો. તે વખતે વિરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વોટ્સઅપ કોલ કરી તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે. અને અમે વી.આઈ.પી રોડ શ્યામ બાબા મંદિરની સામે કેવલનગર ખાતે નવુ સ્પા ચાલુ કર્યું છે. તમે ત્યાં આવશો તો સારી એવી ફેસીલીટી આપીશું તેવી વાત કરી લોકેશન મોકલી આપ્યું હતું. આમ કહી તેને વાતમાં લઈને ફસાવ્યો હતો.

બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી
લોકેશનના આધારે પુષન વ્યાસ વીઆઈપી રોડ વોટર હિલ્સ પાસે પહોચી ગયો હતો. ત્યાંથી પુનને અજાણ્યો એક યુવક મકાનમાં લઈ ગયો હતો. મકાનમાં ત્રણ મહિલાઓ હતી. પુનને પહેલા માળે એક મહિલા સાથે બેડ ઉપર બેસાડ્યો હતો. થોડીવારમાં બહારની સાઈડથી જોર જોરથી બારણું ખખડાવવાનો અવાજ આવતા મહિલાએ બારણું ખોલી વોશરૂમમાં ચાલી ગઈ હતી. દરવાજા ખોલવાની સાથે જ અંદર ઘુસી આવેલા બે અજાણયાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈ ટી વેપારી પુનને મારવા લાગ્યા હતા. અને ચાર એટીએમ કાર્ડ લઈ લીધા હતા.અને મોબાઈલમાંથી વિરેન્દ્ર સાથે વોટ્સઅપમાં થયેલી ચેટ ડિલીટ કરી હતી. પુરુષ પોલીસ સ્ટેશન લઈ જઈ મીડીયાને બોલાવી લાઈવ ન્યુઝ ચાલુ કરી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. સમાજમાં બદનામી થવાના ડરથી પુષને તેમના કહેવા મુજબ સંજય જાદવ નામના યુવકના બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂપિયા 10,13,313 ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા પડાવી લીધા બાદ ટોળકીએ પુનને તેનો મોબાઈલ અને એટીએમ કાર્ડ આપી દીધા હતા.અને  આ બાબતની કોઈને જાણ કરી તો તકલીફ પડી જશે એવી ધમકી આપી હતી.

એલ.ડી.વાગડીયા (પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ)

ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકી સામે ગુનો દાખલ
બનાવ અંગે પુનની ફરિયાદને આધારે અલથાણ પોલીસે ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પુષન વ્યાસે તેની સાથે બનેલા બનાવ અંગે જેતે સમયે કોઈને વાત કરી ન હતી. પરંતુ બે દિવસ પછી 12 મી જુનના રોજ તેને પોતાની સાથે ખોટુ થયુ હોવાનો અહેસાસ થયો હતો.જેથી અજાણ્યા દ્વારા તેને જે જે જગ્યાએ લઈ ગયા હતા તે જગ્યાએ તપાસ કરી ફોટા પાડ્યા હતા. તેમજ વરાછાની મોબાઈલની દુકાનમાં લઈ ગયા હતા ત્યાં તપાસ કરતા વિરેન્દ્રનો મોબાઈલ નંબર મળ્યો હતો. પુષન ઘરે જતા પી.કે.વર્ગીસ નામના વ્યકિતએ વોટ્સઅપ કોલ કરી તું બધી ઈન્કવાયરી કરવાનું બંધ કરી દે નહીતર તને સુરતમાં રહેવા લાયક છોડીશુ નહી અને તારા ઘરનું સરનામું પણ છે. જેથી જે પણ કરે તે જોઈ વિચારીને કરજે તેવી ધમકી આપી હતી. પરંતુ પુષનને તેની સાથે બનેલા બનાવ અંગે માતા પિતાને વાત કરતા તેઓ હિંમત આપતા ગતરોજ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અલથાણ પોલીસે વેપારીની ફરિયાદને આધારે એક મહિલા સહિત સાત જેટલા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં નકલી પોલીસ બનીને આવનાર અને whatsapp પર કોલ કરનાર વિરેન્દ્ર ની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ