બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / surat rander police has arrested women care taker

કાર્યવાહી / 5 માસના બાળક પર અત્યાચાર કરનારી 'આયા' પોલીસ સકંજામાં, તાબડતોબ જુઓ શું લેવાયા મોટા એક્શન

Khyati

Last Updated: 12:05 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રાંદેરમાં નિર્દર્યી કેરટેકરની કરતૂતનો પર્દાફાશ થતા સુરત પોલીસ આવી એક્શનમાં, મહિલા કેરટેકરની કરવામાં આવી ધરપકડ

  • સુરતમાં બાળક સાથે અમાનવીય અત્યાચારનો મામલો
  • કેરટેકરની કરવામાં આવી ધરપકડ
  • પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ

સુરતના રાંદેર વિસ્તારમાં મહિલા કેરટેકરે 5 માસના બાળક સાથે નિર્દર્યી વર્તન કરતા ચકચાર મચી છે. ચોમેરથી આ મહિલા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કેરટેકર મહિલાના આવા બેરહેમી વર્તનનો વીડિયો સામે આવતા ભારે રોષની લાગણી જોવા મળી છે. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા આખરે આરોપી મહિલા પોલીસ સકંજામાં આવી ગઇ છે.

કેરટેકર કોમલ ચંદેલકરની ધરપકડ

નિર્દર્યી કેરટેકર કોમલબેન ચંદેલકરની રાંદેર પોલીસ ધરપકડ કરી છે.  રાંદેર પોલીસે કલમ 307,323 મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાને મેડિકલ તપાસ માટે લઇ જવાઇ છે. 5 માસના બાળક સાથે આવા વર્તન બાળકના માથે 3 ફ્રેકચર થઇ  ગયા હોવાનું પરિવારજન કહી રહ્યા છે. હાલમાં બાળકની નિર્વાણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

5 માસના બાળકને પલંગ પર પટક્યો

સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. એક કેરટેકરનો વીડિયો સામે આવ્યો હતો. ટ્વિન્સ બાળકોને સાચવવા માટે કેરટેકરની નિમણૂંક કરવામાં આવી હતી. બાળકની સારસંભાળ રાખવાને બદલે આ મહિલાએ તો બાળક સાથે નિર્દયી વર્તન કર્યુ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે આ મહિલા બાળકને 3થી 4 વાર પલંગ પર પછાડે છે. આટલુ ઓછુ હોય તેમ લાફો પણ મારે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા પાંચ માસના બાળક સાથે આવું વર્તન કેવી રીતે કરી શકી. કેવી રીતે હિંમત થઇ આ ફૂલ જેવા કૂમળા બાળકને લાફો મારવાની.

5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો બાળકને 

બાળક, બાળક હોય છે. આપણુ હોય કે બીજાનું.  નાનું બાળક તો રડવાનું જ છેને. તેને ક્યાં બોલતા આવડે છે.  આ તો પાંચ માસનું બાળક છે. તેને શું ખબર પડે. બાળક રડે તો શું તેને મારવાનો હોય ?  આ કૂમળા છોડ જેવા બાળકને આ મહિલા હવામાં 5 મિનિટ સુધી ફંગોળ્યો.  લાફો માર્યો, ઉછાળ્યો. બાળક રોતુ રહ્યુ પરંતુ આ મહિલાને કોઇ અસર ન થઇ. મહિલા વધારે ને વધારે તેને મારવા લાગી. પરિણામે બાળક બેભાન થઇ ગયો.

બ્રેઇન હેમરેજ થતા સારવાર હેઠળ

કેરટેકરનું આવુ વર્તન 5 માસનું બાળક ક્યાંથી સહન કરી શકે. બાળક બેભાન થઇ જતા તેના માતા પિતાને જાણ કરવામાં આવી. માતા પિતા નોકરી ધંધા છોડીને તુરંત જ દોડી આવ્યા અને બાળકને હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકને બ્રેઇન હેમરેજ થયુ હોવાનુ સામે આવ્યુ.. સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કેરટેકર મહિલાને ઝડપી પાડી.

કેરટેકર મારા દીકરાના મિત્રની પત્ની છે: પરિવારજન

તો સમગ્ર મામલે પરિવારજનનું કહેવુછે કે  બાળકના માથામાં 3 ફ્રેકચર થયા છે. બાળક થોડુ રડ્યો તેમાં જ મારવાનું ચાલુ કરી દીધુ હતું. બાળક બેભાન થઇ ગયો ત્યાં સુધી તે મારતી રહી અને કેરટેકરે માતાને કહ્યું કે બાળકને ખેંચ આવી છે. બાળકો સાથે ખરાબ વર્તન થયુ હોવાની પાડોશીએ ફરિયાદ કરી હતી. આ કેરટેકર દીકરાના મિત્રની પત્ની હોવાનું પરિવારજને જણાવ્યુ હતું.સાથે લોકોને પણ અપીલ કરી હતી કે આવી કેરટેકર રાખતા પહેલા તમે વિચારજો.

કડક કાર્યવાહી થશે- મનીષાબેન વકીલ

સુરતમાં કેરટેકર દ્વારા બાળકને માર મારવા મુદ્દે મંત્રી મનીષાબેન વકીલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે સુરતની ઘટના ખુબ જ ગંભીર છે. નિર્દય રીતે બાળકને માર મારવામાં આવ્યો છે.  માતા-પિતાએ જાગૃત બનવું પડશે. ઘરના CCTV રોજ ચેક કરવા જોઇએ. તો સાથે માતા પિતાને ચેતવતા કહ્યું કે નોકરી કરતા માતા-પિતાએ બાળકો માટે કાળજી લેવી જોઇએ.લોકોએ સંયુક્ત પરિવારમાં રહેવુ જોઇએ. રાજ્ય સરકાર આ કિસ્સામાં કડક કાર્યવાહી કરશે. કેરટેકર પ્રોવાઇડર સંસ્થાઓ માટે સરકાર નિયમ બનાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ