બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat Police arrested the accused of the Chaddi Baniyandhari gang

ક્રાઈમ / દિવસે ફુગ્ગા ફુલાવી રેકી, રાત્રે ચડ્ડી બનિયાન પહેરી 50 કરતાં વધારે ઘરફોડ ચોરી, સુરત ક્રાઇમ બ્રાન્ચે 2ને ઝડપ્યા

Dinesh

Last Updated: 09:25 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસની ઘરફોડસ્કોડની ટીમને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની ચડ્ડી બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપે છે

  • સુરત પોલીસે ચડ્ડી બનીયાનધારી ગેંગના આરોપીઓની ધરપકડ કરી
  • બાતમીની જગ્યા પર સુરત ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી
  • ગ્રીલ કટર, પકડ, લોખંડનું પાનું, ગિલોલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચને અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનીયાનધારી ગેંગના બે ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે. આ બંને પાસેથી ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ઉપયોગમાં આવતા અલગ અલગ પ્રકારના સાધનો તેમજ એક મોટર સાયકલ અને રૂપિયા 1 હજાર રોકડા સહિત રૂ. 56,970 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપે 
સુરત પોલીસની ઘરફોડસ્કોડની ટીમને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની ચડ્ડી બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપે છે જે આરોપી સરથાણા કેનાલ નજીક આવનાર છે. ત્યારે બાતમીની જગ્યા પર સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન રાજ પવાર અને અવિના સોલંકી નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 1,000 રોકડા તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ગ્રીલ કટર, પકડ, લોખંડનું પાનું અને લાકડાની ગિલોલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

રેકી કરી રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા
આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ સુરત રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો નજીક આવેલ ફૂટપાથ પર જ રહેતા હતા અને તેમના પર કોઈ શંકા ન કરે એટલે દિવસ દરમિયાન તેઓ ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા અને આસપાસના વિસ્તારમાં રેકી કરી રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓએ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ તેમજ આણંદ, વડોદરા ખાતે પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. વીઆઈપી બંગલાઓ તેમજ અલગ અલગ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિના સમયે ચોરી કરવા જતા હતા. 

ઓળખ છૂપાવવા ચડ્ડી બનિયાન પહેરી લેતા
આરોપીઓ રાત્રે જ્યારે ચોરી કરવા જાય ત્યારે તેની ઓળખ છુપાવવા માટે પોતાના કપડાં કાઢીને ચડ્ડી બનિયાન પહેરી લેતા હતા અને પોતાના કપડા તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન લુંગીમાં છુપાવી દેતા હતા. ચોરી કરતા સમયે જો કોઈ વ્યક્તિ આરોપીઓને જોઈ જાય તો આરોપીઓ તેના પર પથ્થરમારો કરતા હતા. ઉપરાંત શ્વાન ભસે તો શ્વાન ઉપર પણ આરોપી પથ્થર મારી કરી ભગાડતા હતા. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ચોરી કરેલા મોટરસાયકલ પર જ ભાગી જતા હતા.

અહીં ગુના નોંધાયેલા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલો છે. ઉપરાંત આરોપી સામે મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં 10, રાજસ્થાનના જયપુરમાં 5, મધ્યપ્રદેશના જાવરા, મનસોરા અને રતલામમાં 10, પંજાબના અમૃતસરમાં 5, કર્ણાટકના કારવારમાં 4, ઉત્તર પ્રદેશના વારાણસીમાં 5, નોઈડામાં 7, ગોવામાં 2, હરિયાણાના જલંધરમાં 5 અને દિલ્હીના બદરપુર ટાઉનમાં 2 ઘરફોડ ર્ચોરીના ગુના નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ