બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Surat Organ Donation 5-day-old baby gives life to 6 people in Surat, CR Patil also applauds Sanghani family's firm decision

અંગદાન / સુરતમાં 5 દિવસના બાળકે 6 લોકોને આપ્યું નવજીવન, સી.આર.પાટીલે પણ સંઘાણી પરિવારના મક્કમ નિર્ણયને બિરદાવ્યો

Dinesh

Last Updated: 05:33 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news: સુરતના સરથાણા વિસ્તારના વાલક પાટીયા નજીક ગીતાંજલી રો -હાઉસમાં રહેતા હર્ષ સંઘાણીના પરિવારે 5 દિવસના બાળકનું અંગદાન કર્યું, છ જેટલા બાળકને મળ્યુ નવજીવન

  • સુરતમાં 5 દિવસના બાળકનું અંગદાન 
  • અંગદાન થકી અન્ય બાળકને મળ્યુ નવજીવન 
  • સંઘાણી પરિવારના નિર્ણયની પાટીલે કરી સરાહના 
     

 

Surat Organ Donation: સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત સુરતમાંથી માત્ર પાંચ દિવસના જન્મજાત બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. નવજાતના અંગદાન થકી અન્ય બાળકના જીવનમાં નવ ઉજાસ ભરવામાં આવ્યા છે. સુરતના સંઘાણી પરિવાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ બિરદાવ્યો છે તેમણે સરાહના કરી છે.

અંગદાનનો નિર્ણય
સુરતના સરથાણા વિસ્તારના વાલક પાટીયા નજીક ગીતાંજલી રો -હાઉસમાં રહેતા હર્ષ સંઘાણીના ઘરે બાળક જન્મ લેતા પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી હતી. 16મી ઓક્ટોબરના રોજ જન્મેલો આ બાળક હલનચલન ન કરતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકના જન્મને લઈને શરૂઆતમાં પરિવારજનોના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ જ્યારે હોસ્પિટલના તબીબો દ્વારા બાળકના તમામ રિપોર્ટ નીકાળી જાહેર કરાતાં પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયા હતો. 

છ બાળકોના જીવનમાં ઉજાસ
હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હર્ષ સંઘાણીની પત્ની ચેતના સંઘાણીએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ પાંચ દિવસની અંદર જ બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરાતા પરિવારજનોએ બાળકના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. બાળક પરિવાર વચ્ચે તો રહ્યું ન હતું પરંતુ બાળકના અંગોનું દાન કરી અન્યને નવજીવન આપી શકાય તે માટેનો કઠિન નિર્ણય આ પરિવારે કર્યો હતો. જે બાદ બાળકના બે કિડની, લીવર, બરોળ અને ચક્ષુઓનું દાન કરી અન્ય છ જેટલા બાળકોના જીવનમાં નવ ઉજાસ પુરવામાં આવ્યો છે. 

સી આર પાટીલે સરાહના કરી
પરિવારના આ નિર્ણયને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ સરાહના કરી છે. પરિવારના સમાજ હિતના આ નિર્ણયને આવકારતા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સંઘાણી પરિવારના નિવાસસ્થાન જઈ મુલાકાત કરી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હતું કે, સંઘાણી પરિવાર એ માત્ર પાંચ દિવસના જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન ખૂબ જ મક્કમતાપૂર્વકનો નિર્ણય કર્યું છે. બાળક બ્રેઇન્ડેડ જાહેર થયું છતાં પૃથ્વી રહેલા અન્ય બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય સંઘાણી પરિવારએ કર્યો છે જે સરાહનીય છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ