બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat Crime Branch nabs three men for betting on online games from Vesu VIP Road area

સુરત / સુરતમાં સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીકળ્યો સટ્ટાકિંગ: ઈન્ટરનેશનલ ગેમમાં ચાલતો 'ખેલ'

Last Updated: 11:41 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: સુરત ક્રાઇમ બ્રાંચે વેસુ વી આઇ પી રોડ વિસ્તાર પરથી ઓનલાઈન ગેમ પર સટ્ટા રમાડતા ત્રણ શખ્સોને દબોચી લીધા, સટ્ટા માટે બુકીઓ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા

  • સુરતમાં ઓનલાઈન સટ્ટા રમતા ઝડપાયા
  • વેસુમાંથી ત્રણ બુકીને દબોચી લેવાયા
  • ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા હતા

સુરત ક્રાઇમબ્રાન્ચે રાજ્યવ્ચાપી ઓનલાઇન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, કસીનો, ટેનિસ સહિત વિવિધ ઓનલાઇન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે. જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે 5 શખસને વોન્ટેડ જાહેર કર્યા છે.

3 આરોપીઓ ઝડપાયા

સુરત ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમોએ વેસુ VIP રોડ પર ટાઇમ્સ કોર્નર બિલ્ડીંગની બાજુમાં આવેલા એબ્રોઝીયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ‘પાનવાડી પાન સેન્ટર’ નામની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો શખસ તેના મળતીયા માણસો મારફતે મોબાઇલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે, ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને પોલીસને બાતમી મળી હતી

પોલીસે કાર્યવાહી હાથ ધરી

આરોપીઓ પાસેથી પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ 4.30 લાખના ફોન નંગ-5 મળી આવ્યા હતા. જે મોબાઇલ ફોન ચેક કરતા Vmgs365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબસાઇટ બાબતે આરોપીઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા શખસ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે આ સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. જેને લઇ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ IPC કલમ-420 તેમજ જુગાર ધારા કલમ- 4,5 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય સુત્રધાર સુરતનો ગજાનંદ ટેલર
સટ્ટો રમાડવા માટે બુકીઓએ સુવ્યવસ્થિત નેટવર્ક બનાવ્યું હતું. સટ્ટા માટે બુકીઓ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. આ રાજ્ય વ્યાપી રેકેટનો મુખ્ય સુત્રધાર સુરતનો ગજાનંદ ટેલર હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના પાંચ બુકી પણ રેકેટમાં સામેલ હતા. જોકે જે તમામ ફરાર છે. આ રેકેટમાં અન્ય આરોપીઓ ચીનાંશુ ગોઠી તથા હીરલ દેસાઇને ઓનલાઇન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન ઉપર રાખવામાં આવ્યા હતા. જેમા અલગ અલગ ગ્રાહકોને તેઓ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ બનાવી આપીને Vmgs365.co નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફુટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઇવ ચાલતી ઇન્ટરનેશનલ ગેમો સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Online betting online betting surat crime news ઓનલાઈન સટ્ટાકાંડ Surat News
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ