બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / surat child went to play outside and died after falling into the water

ચોંકાવનારૂ / સુરતમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો: ઘરેથી ભાગી બાળક બહાર રમવા ગયો, પાણીમાં પડી જતાં થયું મોત

Kishor

Last Updated: 04:36 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બમરોલી ખાડી કિનારે કરુણ ઘટના સામે આવી હતી. જેમાં ઘરેથી જાણ કર્યા વગર રમવા નીકળી ગયેલા બાળકનું ખાડીના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે.

  • સુરતમાં માતા,પિતાની આંખ ઉઘાડનારો કિસ્સો
  • બમરોલી ખાડીને કિનારે 4 બાળકો રમી રહ્યાં હતા
  • રમતા રમતા પગ લપસી જતા પાણીમાં પડ્યો બાળક

સુરતમાં ચોંકાવનારો અને માતા,પિતાની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માસૂમ બાળક રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી જતાં તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અરેરાટી મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસ મૃતક બાળકના વાલીઓની શોધખોળ આદરી રહી છે.


પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી

આ મામલે પ્રાથમિક વિગત અનુસાર બમરોલી ખાડી પાસે  4 વર્ષીય જીતા રામદેવ ચોરાઈ તથા હિમાંશુ (ઉ.વ.9), હંસ (ઉ.વ.5) અને ગોલુ (ઉ.વ.7) ઘરે માતાપિતાને જાણ વગર ભાગીને રમવા નીકળી ગયો હતો. આ દરમિયાન બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા.જ્યા અકસ્માતે જીતા ચોરાઈ નામનો બાળક બપોર વેળાએ બમરોલી ખાડીમાં ખાબક્યો હતો અને પાણીમાં ગરકાવ થઈ જતા આ અંગે અન્ય મિત્રોને બુમાબુમ કરી મુકી હતી.જેથી માર્ગ પરથી પસાર થઈ રહેલા સ્થાનિકો દોડી ગયા હતા. અને તાબડતોબ 108 બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.


મૃતક બાળકના મિત્રોએ કહ્યું અમે ઘરેથી ભાગીને નીકળ્યા હતા

હોસ્પિટલમાં લઈ જતા સારવાર કારગત ન નિવડતા બાળકનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. મૃતક બાળકના મિત્રોએ કહ્યું હતું કે અમે ઘરેથી ભાગીને નીકળ્યા હતા. તો પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ બાળકોના કોના માતા પિતા અંગે જાણ ન થતા પોલીસ બાળકોના નામ અને તેના માતા-પિતાના નામ તથા સરનામા પૂછી માતા પિતા સુધી પહોંચવા તજવીજ હાથ ધરી રહી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ