બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Supreme Court upholds government decision on One Rank One Pension

BIG NEWS / કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત, 'વન રેન્ક વન પેન્શન' મામલે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો

Dhruv

Last Updated: 12:51 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત્ત સૈન્ય કર્મચારીઓ માટે લાગુ થતી 'વન રેન્ક વન પેન્શન' ની વર્તમાન નીતિને યથાવત રાખી છે અને કહ્યું કે, 'આ નીતિમાં કોઈ બંધારણીય ઉણપ નથી.'

  • આ નીતિમાં કોઈ બંધારણીય ઉણપ નથી : SC
  • ઇન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ દ્વારા અરજી દાખલ કરાઇ હતી
  • અરજીમાં વન રેન્ક વન પેન્શન પોલિસી મનસ્વી હોવાનું જણાવાયું હતું

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત સૈન્યકર્મીઓ માટે 'વન રેન્ક વન પેન્શન' ની વર્તમાન નીતિને યોગ્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આ નીતિમાં કોઈ બંધારણીય ઉણપ નથી.' કોર્ટે એમ પણ કહ્યું કે, 'પોલિસીમાં પાંચ વર્ષમાં પેન્શનની સમીક્ષા કરવાની જોગવાઈ છે. આથી, સરકારે 1 જુલાઈ, 2019ની તારીખથી પેન્શનની સમીક્ષા કરવી જોઈએ.' કોર્ટે સરકારને ત્રણ મહિનામાં બાકી રકમની ચૂકવણી કરવા જણાવ્યું.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'વન રેન્ક-વન પેન્શન' (OROP) નો સરકારનો નિર્ણય મનસ્વી નથી અને તે કોઈ બંધારણીય નબળાઈથી પીડાતો નથી. કોર્ટે કહ્યું કે 'વન રેન્ક-વન પેન્શન' એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે અને નીતિ વિષયક બાબતોના નિર્ણયમાં કોર્ટ દખલગીરી નથી કરતી.

 

જાણો પૂર્વ સૈનિકોએ શું માંગ કરી હતી?

વાસ્તવમાં પૂર્વ સૈનિકોની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, 'આ નીતિથી વન રેન્ક વન પેન્શન' નો મૂળ ઉદ્દેશ્ય પૂરો નથી થઇ રહ્યો. તેની દર વર્ષે સમીક્ષા થવી જોઇએ પરંતુ તેમાં પાંચ વર્ષમાં સમીક્ષાની જોગવાઇ છે. અલગ-અલગ સમય પર નિવૃત્ત થયેલા લોકોને હજુ પણ અલગ પેન્શન મળી રહ્યું છે.'

ગયા મહિને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

ગયા મહિને અરજીની સુનાવણી કરતી બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદી ઇન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ માટે હાજર રહ્યાં હતાં. બેન્ચે કહ્યું હતું કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે ડેટાના આધારે નહીં પરંતુ વૈચારિક આધાર પર હશે. ખંડપીઠે તેનું અવલોકન કરતાં કહ્યું હતું કે, યોજનામાં જે ગુલાબી તસવીર રજૂ કરાઇ હતી, વાસ્તવિકતા તેનાથી અલગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ