મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટે ત્રણ જજોની એક કમિટી બનાવીને પોતાની રીતે તપાસ અને દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે.
મણિપુર હિંસા મામલે સુપ્રીમ ખૂબ ચિંતિત
પોતાની રીતે કમિટી બનાવીને તપાસનો લીધો નિર્ણય
સીબીઆઈ અને પોલીસથી અલગ કરશે તપાસ
સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હિંસાના મામલા સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરવા અને માનવીય સુવિધાઓ આપવા માટે હાઈકોર્ટના ત્રણ પૂર્વ જજોની એક કમિટી બનાવી છે. આ સમિતિ સીબીઆઈ અને પોલીસ તપાસથી અલગ કેસોની દેખરેખ રાખશે. સુપ્રીમની કમિટીમાં જસ્ટિસ ગીતા મિત્તલ, જસ્ટિસ આશા મેનન અને જસ્ટિસ શાલિની પાંસકર જોશી સામેલ છે જે મહિલાઓ સાથે સંબંધિત ગુનાઓ અને અન્ય માનવતાવાદી બાબતો અને સુવિધાઓ પર નજર રાખશે.
VIDEO | Supreme Court proposes setting up committee of three former HC judges to look into relief and rehabilitation in Manipur. "Former J&K HC Chief Justice Gita Mittal will head the three-member committee of former judges," says advocate Vishal Tiwari on Supreme Court hearing… pic.twitter.com/xKa5JUTNJl
કેન્દ્રના વકીલે શું દલીલો આપી
સોમવારે સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું, અમે જમીન પરની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે સૌ શાંતિ પુનઃસ્થાપિત કરવા ઇચ્છીએ છીએ. કોઈપણ નાની ભૂલની ખૂબ ઊંડી અસર થઈ શકે છે. વકીલ ઈન્દિરા જયસિંગે કહ્યું કે આપણે કાર્યવાહીને બે ભાગમાં વહેંચી દેવી જોઈએ. પહેલું, જે ગુનાઓ થયા છે તેની યોગ્ય તપાસ અને બીજું, ભવિષ્યમાં આવું કંઈ ન થાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ. તપાસ માટે કોર્ટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક પંચની રચના કરવી જોઈએ અથવા તેની દેખરેખ હેઠળ તપાસ કરવી જોઈએ. મણિપુર સરકાર તરફથી એટોર્ની જનરલે કહ્યું કે ગુનાઓની તપાસ માટે 6 જિલ્લાઓ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બનેલી છ એસઆઈટીની રચના કરવામાં આવી છે.
અરજદારોના વકીલે શું કહ્યું
અરજદારોના વકીલ વૃંદા ગ્રોવરે જણાવ્યું હતું કે આઈપીસીની કલમ 6એ હેઠળ પણ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી, જે અધિકારીઓને કાર્યવાહી ન કરવા માટે જવાબદાર બનાવે છે.
Manipur violence: SC says Justices (retd) Shalini P Joshi & Asha Menon will be other two judges in the panel
સુપ્રીમ મણિપુર મામલે કરી રહી છે મેરાથોન સુનાવણી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસા અને મહિલાઓ સામેના અત્યાચારોથી ખૂબ ચિંતિત થઈ છે અને તેણે આ મામલે મેરાથોન તપાસ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટે પોતાની રીતે કમિટી બનાવીને જાતે દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે.
VIDEO | Manipur DGP Rajiv Singh arrived in the Supreme Court earlier today.
The DGP was summoned by the top court last week in connection with the hearing over ethnic violence in the state. pic.twitter.com/O6XUQREZ7F