બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Successful captain Rohit Sharma will be out of MI! Biggest news ahead of IPL, know what the speculation is

IPL 2024 / સફળ કેપ્ટન રોહિત શર્મા જ MIમાંથી થશે આઉટ! IPL પહેલા સૌથી મોટા સમાચાર, જાણો શું છે અટકળો

Megha

Last Updated: 08:20 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ બાદ IPL2024ની ચર્ચા શરૂ થઈ ગઈ છે, કહેવાય રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે રોહિત શર્માથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેની જગ્યાએ હાર્દિકને ટીમમાં લાવવા વિશે વિચારી રહ્યું છે.

  • ODI વર્લ્ડ કપ 2023 બાદ IPL2024ની ચર્ચા શરૂ થઈ ગઈ છે
  • મુંબઈ ઈન્ડિયન્સ હવે રોહિતથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે!
  • રોહિત ગુજરાત ટાઇટન્સમાં જશે તો હાર્દિક ત્યાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં આવશે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હાલમાં જ પૂરા થયેલા ODI વર્લ્ડ કપ બાદ આરામ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે IPL2024ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. આ સાથે તેણે પાંચ IPL ટાઇટલ પણ જીત્યા છે. પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ હવે રોહિતથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સ હવે રોહિતથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે!
તમામ અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ તેના કેપ્ટનની સાથે ઈંગ્લિશ ઝડપી બોલર જોફ્રા આર્ચરને પણ રીલીઝ કરશે. એવી પણ ચર્ચા છે કે હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરી શકાય છે. એટલે કે રોહિત મુંબઈ છોડીને ગુજરાત ટાઇટન્સમાં જશે. જ્યારે હાર્દિક ત્યાંથી અહીં આવશે. હાર્દિક છેલ્લા બે સિઝનથી ગુજરાતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.

હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરી શકાય છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝી તેને ફરીથી સામેલ કરવા માંગે છે અને આ વખતે હાર્દિકને કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. રોહિતની વાત કરીએ તો તે વર્ષોથી મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેની વિદાય ચોક્કસપણે રોહિતની સાથે મુંબઈના જૂના ચાહકો માટે એક મોટો આંચકો હશે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યા હતા.

જોકે, આ ટીમ 2020થી ખરાબ હાલતમાં છે. હાર્દિક સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી અલગ થઈ ગયા છે. અને ત્યારથી ટીમનો સંઘર્ષ ચાલુ છે. હા, 2023માં તેઓ પ્લે-ઓફમાં પહોંચી ગયા હતા પરંતુ તેમ છતાં ટીમ હજુ પણ સંઘર્ષની સ્થિતિમાં છે. હવે આવી સ્થિતિમાં રોહિતને જવા દેવાનો નિર્ણય આસાન નહીં હોય.

તાજેતરમાં, રોહિતે તેની કેપ્ટન્સીમાં ભારતને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. આ દરમિયાન તેની બેટિંગની સાથે તેના નેતૃત્વના પણ ખૂબ વખાણ થયા હતા. પણ આ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ભારત માટે T20I નહીં રમે. આ ઉપરાંત, રોહિતની ઉંમર પણ હવે તેના પક્ષમાં નથી. અને તેનું બેટ પણ છેલ્લી ઘણી એડિશનથી આઈપીએલમાં બોલતું નથી.

આવી સ્થિતિમાં, આ સમાચારોમાં સત્ય હોઈ શકે છે. જો આવું થાય છે, તો તે IPLના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ ટ્રેડમાંથી એક બની શકે છે. આ પહેલા કોઈ ફ્રેન્ચાઈઝીએ આટલા લાંબા સમય સુધી કેપ્ટન રહી ચુકેલા ખેલાડીને રિલિઝ કર્યો ન હતો. રોહિતે તેની IPL કારકિર્દીની શરૂઆત ડેક્કન ચાર્જર્સથી કરી હતી. તે અહીં ત્રણ વર્ષ રમ્યો અને ચેમ્પિયન બન્યો. રોહિતે ડેક્કન માટે તેની IPL હેટ્રિક પણ ફટકારી હતી.

પરંતુ વર્ષ 2011માં તે મુંબઈમાં જોડાયો હતો. અને પછી 2013 માં, તેની કેપ્ટનશીપમાં, તેણે પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી ચેમ્પિયન બનાવી. રોહિત પહેલા, આ ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર, હરભજન સિંહ અને શોન પોલોક જેવા દિગ્ગજો દ્વારા કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ