બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / Students appearing for the board exam for the first time are under a lot of stress

ગુજરાત / વાલીઓનું ટેન્શન હાઈ માસ પ્રમોશન નડ્યુંઃ ધો. 12ની પહેલી વખત બોર્ડ એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણમાં

Dinesh

Last Updated: 10:06 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો. 10માં માસ પ્રમોશન મેળવ્યા બાદ હવે ધો.12ના ડરેલા અને હતાશ વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગના સહારેઃ વાલીઓનું ટેન્શન પણ વધ્યું

  • પહેલી વખત બોર્ડ એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણમાં
  • વિદ્યાર્થીઓ ચિંતામુક્ત પરીક્ષા આપી શકે તે માટે શિક્ષકો માર્ગદર્શન આપી રહ્યા છે
  •  ધોરણ-10માં 8,57,204 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા 


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષા આડે હવે ગણતરીના માત્ર 29 દિવસ જ બાકી રહ્યા છે. શિક્ષણ બોર્ડ, શાળાઓ અને વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ પહેલી વાર બોર્ડ પરીક્ષા આપી રહેલા અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. સાથે સાથે વાલીઓનું પણ ટેન્શન વધી ગયું છે. આવા સંજોગોમાં કેટલાક જાગૃત વાલીઓ તેમનાં સંતાનોને બોર્ડ પરીક્ષા પહેલાં જ મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવીને પરીક્ષાનો હાઉ દૂર કરાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ-12 કોમર્સ અને સાયન્સના અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થીઓ પહેલી વાર બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે કોરોનાકાળના સમયમાં ધોરણ-10ની બોર્ડ પરીક્ષા આયોજિત ન થઇ હોઈ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું.

પ્રતિકાત્મક તસવીર

ધોરણ-10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળ્યો નથી
આ વિદ્યાર્થીઓ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપ્યા વિના સીધી જ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળશે, કારણ કે વર્ષ 2021માં કોરોના મહામારીના કારણે શિક્ષણ બોર્ડે ધોરણ-10ના બોર્ડના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી ન હતી. આથી ધોરણ-10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાનો અનુભવ મળ્યો ન હતો. ત્યાર બાદ 2022માં ધોરણ-11 અને હવે 2023માં ધોરણ-12માં આ વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપશે.

ધોરણ-12ના વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત રહો
14 માર્ચથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ-12ના વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત રહે, ચિંતા, હતાશા-નિરાશા જેવી મુશ્કેલીઓનો ભોગ ન બને તે માટે સાઇકોલોજીના નિષ્ણાતો તેમને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના માનસિક દબાણ કે ચિંતા વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે ભૂતપૂર્વ સિનિયર વિદ્યાર્થીઓની ટીમ પણ શાળાઓમાં કાઉન્સેલિંગ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો માર્ગદર્શન આપી રહ્યા છે
શાળા અને વિદ્યાર્થીઓનું ધોરણ-12 બોર્ડનું પરિણામ સારું આવે, વિદ્યાર્થીઓ ચિંતામુક્ત પરીક્ષા આપી શકે તે માટે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો માર્ગદર્શન આપી રહ્યા છે. શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય પછી જે શિક્ષકોએ વર્ગખંડમાં તાસ લેવા જવાનું ન હોય તેઓ વિદ્યાર્થીઓના ઘેર પહોંચી જાય છે. તેઓ વાલીઓને વિદ્યાર્થી સાથે પ્રેમાળ વ્યવહાર રાખવા અને તેમને તણાવમુક્ત રાખવા સૂચવે છે. વાલીઓએ ઘરમાં ટીવી જોવાનું ટાળવું, વાલીઓએ અભ્યાસ બાબતમાં તેમનાં સંતાનોની મિત્રો સાથે સરખામણી ન કરવી, તેમના પર વાંચન માટે દબાણ ન કરવું અને પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલાં પહોંચાય તેવું આયોજન રાખવું, બાળકો હતાશા, માનસિક તાણ ન અનુભવે તે જોવું, વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસો નજીક છે ત્યારે કયા વિષયો, કેવી રીતે કેટલો સમય વાંચવા જેવી બાબતો અંગે માર્ગદર્શન આપે છે.

ધો. 10ની તુલનાએ ધો. 12માં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા
કોરોના મહામારી દરમિયાન વર્ષ 2021માં ધોરણ-10માં કુલ 8,57,204 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમાણે પરિણામ જાહેર કરીને માસ પ્રમોશન અપાયું હતું. ધોરણ-૧૦માં 8,57,204 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા હતા, પરંતુ આ વિદ્યાર્થીઓ પૈકી 2023માં અંદાજિત 6.30 લાખ વિદ્યાર્થીઓ જ ધોરણ-12 સુધી પહોંચી શક્યા છે, જ્યારે બાકી રહેલા સવા બે લાખ વિદ્યાર્થીઓ અન્ય કારણસર કે પછી આગળ ભણવાનું માંડી વાળીને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા માટે ર‌િજસ્ટર થયા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ