બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ટેક અને ઓટો / strom r3 is the worlds cheapest electric car best in features

ઓટો / આ છે દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર, ફક્ત 10 હજારમાં થઈ રહ્યું છે બુકિંગ

Arohi

Last Updated: 04:58 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઈલેક્ટ્રિક કાર ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે પણ કોઈ ઈલેક્ટ્રિક કારને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે.

  • Strom Motorsએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર 
  • ખૂબ જ સસ્તી છે આ કાર 
  • ફક્ત 10 હજારમાં કરો બુકિંગ 

સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ બાગ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ કોઈ ઈલેક્ટ્રિક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. અમે તમને એક સારી ઈલેક્ટ્રીક કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કાર ખૂબ જ સસ્તી પણ છે.

દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારનો દાવો 
મુંબઈની સ્ટાર્ટઅપ કંપની Strom Motorsએ આ કારને બનાવી છે. તેમાં 3 પૈડા છે પરંતુ તેમ છતાં તેનો લુક ત્રી વ્હીલર જેવો નથી. પરંતુ ખૂબ જ યુનીક છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર છે. 

2022 સુધી થઈ જશે ડિલિવરી
Strom Motorsએ આ કારને Strom R3 નામ આપ્યું છે. તમે આ કારને બુક કરી શકો છો. તેની બુકિંગને માટે તમારે 10000 રૂપિયા આપવાના રહેશે. કંપની શરૂઆતમાં આ ઈલેક્ટ્રિક કારને મુંબઈ અને દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર ઉતારશે. કંપનીનો દાવો છે કે ઈલેક્ટ્રિક કાર આવતા વર્ષે એટલે કે 2022 સુધી ડિલિવર થઈ જશે. 

લુક છે ખૂબ જ અનોખો 
તમે ઘણા થ્રી વ્હીલર જોવા હશે. પરંતુ Strom R3 નોર્મલ થ્રી વ્હીલર નથી. સામાન્ય રીતે થ્રી વ્હીલર્સમાં આગળ એક પૈડુ હોય છે અને પાછળ 2 પૈડા હોય છે. પરંતુ આ કારમાં ઉંધુ છે. એટલે કે Strom R3માં આગળ કારની જેમ 2 પૈડા છે અને પાછળ વચ્ચે એક પૈડું છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ કાર લગભગ 200 કિમીનો અંતર કાપી શકે છે. તે ઉપરાંત Strom R3માં 4G કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જિન છે. જે ડ્રાઈવરને ટ્રેક લોકેશન અને ચાર્જ સ્ટેટસ જણાવે છે. આ કારમાં તમને સનરૂફ પણ મળે છે. 

આ રીતે કરો બુકિંગ 
Strom R3 કારની કિંમત 4.5 લાખ રૂપિયા છે. જો વાત તેની સ્પીડની કરવામાં આવે તો તે વધુમાં વધુ 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર દોડી શકે છે. કારને ખરીદવા પર તમને પહેલા ત્રણ વર્ષ અથવા 1 લાખ કિમી સુધીની વોરન્ટી મળે છે. તેમાં ક્લાઈમેટ કંટ્રોલ એર કંડીશનિંગ પણ છે. જો તમે Strom R3ને ખરીદવા માંગો છો તો Strom Motorsની ઓફિશિયલ વેબસાઈટ https://www.strommotors.com/ પર જઈને બુકિંગ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ