બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / stock market, 2 new IPOs are opening today, 8 IPOs will be opened in the whole week

કમાણીની તક / શેરબજારમાં કમાણી કરી લેવાનો અમુલ્ય અવસર, આજે ખુલી રહ્યા છે 2 નવા IPO તો આખા અઠવાડિયામાં ખુલશે 8 IPO

Megha

Last Updated: 08:27 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે 2 કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાં નસીબ અજમાવવા જઈ રહી છે. સાથે જ આ અઠવાડિયામાં 8 નવા IPO ખુલવા જઈ રહ્યા છે અને પહેલાથી જ બે IPO ખુલ્લા છે જેમાં રોકાણ કરી શકાય.

4 માર્ચથી એટલે કે આજથી શરૂ થતું અઠવાડિયું IPOના સંદર્ભમાં ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. આ અઠવાડિયામાં 8 નવા IPO ખુલવા જઈ રહ્યા છે. આ ઉપરાંત, પહેલાથી જ બે IPO ખુલ્લા છે જેમાં નાણાં રોકાણ કરવાની તક 4 માર્ચ સુધી રહેશે. 

business money making tips 4 upcoming ipo this week rr kabel samhi hotels zaggle prepaid ocean chavda infra what is grey...

એવામાં અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે 2 કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાં તેમનું નસીબ અજમાવવા જઈ રહી છે. આજે RK સ્વામી અને VR Infraspace નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. તે જ સમયે, ઓવેસ મેટલ અને મિનરલ પ્રોસેસિંગના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. આ શેર્સ ગ્રે માર્કેટમાં સારા પ્રીમિયમ સાથે ટ્રેડ થતા જોવા મળે છે. ઓવેસ મેટલ અને મિનરલના શેર્સ ગ્રે માર્કેટમાં 164 ટકાના બમ્પર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.  

RK સ્વામી IPO 
મેઇનબોર્ડ ઇશ્યૂ આરકે સ્વામી IPO આજે, 4 માર્ચ, 2024 થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલે છે. આ IPO 6 માર્ચ 2024 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. આ કંપની આ સેક્ટરમાં લગભગ 50 વર્ષથી કામ કરી રહી છે. IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 270-288 પ્રતિ શેર છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 288ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 90ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે. આ રીતે, આ શેર 31.25 ટકાના પ્રીમિયમ પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. 

એક કા ડબલ! ટાટા ટેક જેવો અન્ય એક IPO માર્કેટમાં મચાવશે ધમાલ, 4 દિવસમાં બે  ગણા રૂપિયા કરવાની મળશે તક / Another IPO like Tata Tech is coming, the money  will double

VR Infraspace IPO
VR ઇન્ફ્રાસ્પેસ આ એક SME IPO છે. આ IPO આજે 4 માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 6 માર્ચ 2024 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. IPOમાં લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે. રિટેલ રોકાણકારોએ IPOમાં ઓછામાં ઓછા 1,36,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રિયલ એસ્ટેટ સેક્ટરની કંપની છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 85ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 15ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળે છે. આ રીતે આ શેર 17.65 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.

વધુ વાંચો: પગરખાં બનાવતી આ બ્રાન્ડેડ કંપનીએ કરાવી છપ્પરફાડ કમાણી, 1200 ટકાનું આપ્યું રિર્ટન

આ સિવાય 6 માર્ચના રોજ ગોપાલ સ્નેક્સ આઈપીઓ ખુલશે અને 11 માર્ચે બંધ થશે. કંપનીએ પ્રતિ શેર 381-401 રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખી છે. લઘુત્તમ લોટ સાઈઝ 37 શેર નક્કી કરવામાં આવી છે. BSE અને NSE પર 14 માર્ચે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે. ઉપરાંત 6 માર્ચના રોજ શ્રી કરણી ફેબકોમ IPO અને કૌરા ફાઇન ડાયમંડ જ્વેલરી IPO પણ ખુલશે. જેજી કેમિકલ્સનો આઈપીઓ 5 માર્ચ ખુલશે તો પુણે ઇ-સ્ટોક બ્રોકિંગ IPO 7 માર્ચના ખૂલવા જઈ રહ્યો છે. 

એમ.વી.કે. એગ્રો ફૂડ IPO અને મુક્કા પ્રોટીનનો IPO હાલ ખુલ્લા છે અને આજના દિવસ સુધીમાં તમે તેમાં રોકાણ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ