બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / This footwear manufacturing company has made investors rich

લોંગ ટર્મ / પગરખાં બનાવતી આ બ્રાન્ડેડ કંપનીએ કરાવી છપ્પરફાડ કમાણી, 1200 ટકાનું આપ્યું રિર્ટન

Vishal Dave

Last Updated: 09:31 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શેરની વર્તમાન કામગીરી નિરાશાજનક લાગી શકે છે, પરંતુ જેમ આપણે તેને લાંબા ગાળામાં જોઈએ છીએ તેમ તેનું વળતર બેમિસાલ રહ્યું છે.

ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કંપની Relaxo Footwear Limited પણ શેરબજારમાં કમાલ કરી રહી છે. આ કંપનીએ તેના રોકાણકારો અને શેરધારકોને  એટલી મોટી કમાણી કરાવી છે કે તેની ગણતરી બજારમાં શ્રેષ્ઠ મલ્ટિબેગર શેરોમાં થાય છે.

હાલ સ્થિતિ તરફેણમાં નથી 

રિલેક્સો ફૂટવેર લિમિટેડના એક શેરની કિંમત હાલમાં 832.65 રૂપિયા છે. શનિવારના ટ્રેડિંગમાં તેની કિંમતમાં 0.36 ટકાનો થોડો ઘટાડો થયો હતો. છેલ્લા 5 દિવસના હિસાબે શેર 0.86 ટકાના નુકસાનમાં છે. .આ સ્ટોક એક મહિનામાં દોઢ ટકાથી વધુ અને છ મહિનામાં 10.50 ટકાથી વધુ ઘટ્યો છે. આ વર્ષની શરૂઆતથી તેનો તે લગભગ 8 ટકા ગગડ્યો છે.

લાંબા ગાળે મજબૂત લાભ

જો કે આ શેરની વર્તમાન કામગીરી નિરાશાજનક લાગી શકે છે, પરંતુ જેમ આપણે તેને લાંબા ગાળામાં જોઈએ છીએ તેમ તેનું વળતર બેમિસાલ રહ્યું છે.  છેલ્લા એક વર્ષના હિસાબે આ સ્ટોક હાલ ભલે  9.25 ટકાનો ફાયદો બતાવી રહ્યો છે, પરંતુ 5 વર્ષમાં તે 120 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.  આ શેરે છેલ્લા 10 વર્ષમાં તેના રોકાણકારો માટે 1200 ટકાથી વધુ આવક કમાવી આપી છે. 

આ રીતે રોકાણકારો સમૃદ્ધ બન્યા

છેલ્લા 10 વર્ષની ગણતરીઓ આ સ્ટોકને ભારતીય બજારમાં શ્રેષ્ઠ મલ્ટિબેગર્સમાંથી એક બનાવે છે. જો છેલ્લા 10 વર્ષમાં આ શેરનું પ્રદર્શન જોઈએ તો 10 વર્ષ પહેલાં જો કોઈ રોકાણકારે રિલેક્સો શેર્સમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત  તો આજે તેના રોકાણનું મૂલ્ય 1.20 લાખ રૂપિયા હોત . 

આ પણ વાંચોઃ  રોકાણકારો માટે મોકા મોકા: સરકારી કંપનીને મળ્યો 55000 કરોડનો મહા ઓર્ડર, કામની વિગત પર કરી લો નજર
                       

અન્ય સ્ટોક ફંડામેન્ટલ્સ

રિલેક્સો ફૂટવેર લિમિટેડની બજાર કિંમત હાલમાં રૂ. 20,730 કરોડ છે. આ ફૂટવેર સ્ટોકની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 974 છે, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 748 છે. આ સ્ટોકનો PE રેશિયો 102.45 છે, જ્યારે ડિવિડન્ડ યીલ્ડ 0.30 ટકા છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ