બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Steady increase in cases of eye disease conjunctivitis in Ahmedabad

એલર્ટ / હવે અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં પણ 'અખિયાં મિલાકે'નો કહેર, છેલ્લા 24 કલાકમાં સિવિલમાં 263 કેસ

Malay

Last Updated: 03:54 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Conjunctivitis Viral In Ahmedabad News: અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો, સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 24 કલાકમાં કન્જક્ટિવાઇટિસના 263 કેસ નોંધાયા.

 

  • અમદાવાદ શહેરમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો 
  • 24 કલાકમાં સિવિલમાં નોંધાયા કન્જક્ટિવાઇટિસના 263 કેસ 
  • રોગગ્રસ્ત બાળકોને સ્કૂલામાંથી તત્કાળ ઘરે મોકલી દેવાની સૂચના

તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર-ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 24 કલાકમાં કન્જક્ટિવાઇટિસના 263 કેસ નોંધાયા છે. ખાનગી શાળાઓમાં તો આ કેસના મામલે વિદ્યાર્થીને તરત જ ઘેર મોકલી દેવાય છે અને હવે મ્યુનિસિપલ શાળાઓમાં પણ આ રોગે ફેલાવો કર્યો હોઈ તંત્ર પણ સાવધ બન્યું છે.

ફાઈલ ફોટો

દર દસમાંથી સાતથી આઠ કેસ કન્જક્ટિવાઇટિસના
અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. વિવિધ હોસ્પિટલની ઓપીડીમાં દર દસમાંથી સાતથી આઠ કેસ કન્જક્ટિવાઇટિસ એટલે કે 'અખિયાં મિલાકે'ના આવી રહ્યા છે.
 
મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને પત્ર
આ દરમિયાન અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળે મ્યુનિ. શાળાઓમાં અખિયાં મિલાકેનો ચેપ ફેલાયો હોઈ આ ચેપનો ભોગ બનેલાં બાળકોને શાળામાં બે દિવસ રજા આપવાની માગણી કરી છે. આ ઉપરાંત કન્જક્ટિવાઇટિસનો ભોગ બનેલા શિક્ષકોને પણ ઓન ડ્યૂટી ગણી બે દિવસની રજા આપવા બાબતે માગણી કરાઈ છે. પ્રમુખ મનોજ પટેલે આ અંગે મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઈને પત્ર લખ્યો છે.

Tag | Page 3 | VTV Gujarati
ફાઈલ ફોટો

 
રોગગ્રસ્ત બાળકોને લઈને અપાઈ સૂચના
આ દરમિયાન આ અંગે મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ. ડી. દેસાઈને પૂછતાં તેઓ કહે છે, 'અખિયાં મિલાકે'નાં રોગગ્રસ્ત બાળકોને તત્કાળ ઘરે મોકલી દેવાની સૂચના શિક્ષકોને અપાઈ છે. આ રોગના ચેપથી બચવા શું કરવું અને શું ના કરવું વગેરે બાબતોને લગતો પરિપત્ર આજે પ્રસિદ્ધ કરાશે.

કન્જક્ટિવાઇટિસના લક્ષણો અને કાળજી 
આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ