બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statue Of unity Dhuleti open kevadia Narmada Gujarat

ધુળેટી પર્વ / સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉમટ્યાં પ્રવાસીઓ, હોટલ-ટેન્ટ સિટી સહિતનું બધુ બુક, ધુળેટી રમવા પર પ્રતિબંધ

Hiren

Last Updated: 12:07 PM, 29 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કારણે રાજ્યમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ છે. જેને લઇને લોકો હવે ધુળેટીની રજામાં બહાર ફરવા પહોંચ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારામાં લોકો પહોંચી રહ્યા છે.

  • કેવડિયામાં હોટેલ અને ટેન્ટ સીટી સહિત બધુ બુક
  • 25 હજારથી વધુ પ્રવાસીઓ ધુળેટીના દિવસે SOU પહોંચ્યા
  • સુરતીઓ સાપુતારા પહોંચ્યા, તમામ હોટેલો ફૂલ

રાજ્યમાં વધી રહેલા કોરોનાં કેસોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ધુળેટી તહેવાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઓછા સંખ્યામાં હોળી પ્રગટાવવી તેમજ ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આજે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજા હોવા છતા પણ આજે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. ત્યારે આજે 25 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. કેવડિયામાં હોટલ, ટેન્ટ સિટી સહિતનું બધુ જ બુક થઇ ગયું છે. 

જોકે આંતરરાજ્ય બોર્ડરો બંધ હોવાના કારણે શહેરોના પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓએ કહ્યું કે, ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ હોવાના કારણે અમે ધુળેટીની રજાના દિવસે અહિંયા આવ્યા છીએ. લોકોએ સરકારના ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધના નિર્ણયને પણ આવકાર્યો છે. અહીંયા કલરથી રમવાની મનાઈ છે પણ મોટો વિસ્તાર છે એટલે કોરોનાની ખતરો નથી જોકે સાવચેતી રાખવામાં આવે છે.

સુરતીઓ સાપુતારા પહોંચ્યા, તમામ હોટેલો ફૂલ

હોળી ધુળેટીનાં તહેવારની ઉજવણી પ્રસંગે સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે સુરતીઓ તહેવાર ઉજવણીના રસિયાઓ હોય તેઓ હોળી ધુળેટીની રજાઓ અને તહેવારની ઉજવણી માટે સાપુતારામાં ઉમટી પડ્યાં છે. સાપુતારાની તમામ હોટેલો ફૂલ જોવા મળી રહી છે તેમજ સુરતીઓની ગાડીઓ ઠેરઠેર જોવા મળી રહી છે.

ધુળેટી પર શહેર ન છોડવા સુરત કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું

સુરત શહેરમાં ગતરોજ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવામાં આવ્યું હતું કે હોળી-ધુળેટી તહેવારની ઉજવણી પ્રસંગે પોતાનું શહેર છોડવું નહીં પરંતુ મોટી સંખ્યામાં સુરતવાસીઓ શહેર છોડીને સાપુતારામાં તહેવારની ઉજવણી પ્રસંગે જોવા મળ્યાં હતાં.

સાપુતારામાં હાલ તમામ હોટેલો ફૂલ છે. દરેક હોટેલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવે છે. તેમજ હોટેલ સ્ટાફ દ્વારા કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ હોળી-ધુળેટીનાં તહેવારની ઉજવણીઓ ચાલી રહી છે. સરકાર દ્વારા તહેવાર ઉજવણી ઉપર પ્રતિબંધ લાધવામાં આવ્યો છે. કોરોનાં કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ સાપુતારામાં સંપૂર્ણ કોરોના ગાઈડલાઈનનું પાલન થતું હોય તેઓ પણ નિયમોના પાલન સાથે રજાઓ માણવા માટે સાપુતારા ખાતે આવી પહોંચ્યા છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરી હોટેલ તેમજ સાપુતારામાં કુદરતી સૌંદર્યનો લુપ્ત ઉઠાવી રહ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ