બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / Statement of Hitendra Patel and Amit Chavda on Karnataka Election Results

નિવેદન / કર્ણાટકમા ભાજપને હાર મળ્યા બાદ પ્રવકતા બોલ્યા, હારનું ઠીકરું EVM પર ફોડશું નહીં 2024માં દેશમાં પ્રચંડ જીત મેળવીશું

Dinesh

Last Updated: 04:37 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વલણો અંગે પોતાનું નિવેદન આપ્યું છે. હિતેન્દ્ર પટેલે કહ્યું કે, ચૂંટણીમાં જનતાનો જનાદેશ સર્વોપરી છે.

  • કર્ણાટકના પરિણામ અંગે હિતેન્દ્ર પટેલનું નિવેદન
  • "અમે હારનો સ્વીકાર કરીએ છીએ"
  • "હાર માટે EVMને જવાબદાર નહીં ઠેરવીએ"

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વલણ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. હિતેન્દ્ર પટેલે કહ્યું કે, ચૂંટણીમાં જનતાનો જનાદેશ સર્વોપરી છે. અમે જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. પાર્ટીની હાર-જીત સતત ચાલતી પ્રક્રિયા છે. અમે હાર અંગ મંથન કરીશું અને 2024માં દેશમાં પ્રચંડ જીત મેળવીશું, પરંતુ હારનું ઠીકરું EVM પર ફોડશું નહીં, જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, અસત્ય પર સત્યનો વિજય થયો છે. અધર્મ સામે ધર્મનો વિજય થયો છે. ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવવા ભગવાનનો ખૂબ ઉપયોગ કર્યો, ત્યારે બજરંગ બલીના આશીર્વાદ કોંગ્રેસને મળ્યા છે.

ભાજપના સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલનું નિવેદન 
કર્ણાટક ચૂંટણી પરિણામ મુદ્દે ભાજપના સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, ચૂંટણીમાં જનતા જનાર્ધન સર્વોપરી છે તેમજ કર્ણાટકની જનતાના જન આદેશને માથે ચડાવીએ છીએ. ભાજપ સતત કામ કરતી પાર્ટી છે તેમજ કર્ણાટકમાં અમે ડબલ એન્જિનથી કામ કર્યું છે પરંતુ જનતાને તેમની કાર્ય પદ્ધતિથી સમજાવવા ક્યાં કચાશ રહી ગઈ છે તો તે બાબતે જનતા પાસે જઈ ફરી જનતાનો વિશ્વાસ પુન:પાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે, હાર-જીતએ ભાજપ માટે સતત ચાલતી પ્રક્રિયા છે. 2થી282 સુધીની સફરમાં ભાજપ ક્યારે ડગી નથી. તેમણે ઉમેર્યું કે, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજના કાર્યકરોએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી સેવા કરી રહ્યાં છે.

હિતેન્દ્ર પટેલ

અમિત ચાવડાનું નિવેદન
અમિત ચાવડા જણાવ્યું કે, અસત્ય સામે સત્યનો વિજય થવા જઈ રહ્યો છે તેમજ અધર્મ સામે ધર્મનો વિજય થવા જઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીમાં ભગવાનનો ખૂબ ઉપયોગ કર્યો પરંતુ બજરંગબલીના આશીર્વાદ કોંગ્રેસને મળ્યા છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે, કર્ણાટકની પ્રજાએ 40 ટકા કમિશનવાળી પાર્ટીને જાકારો આપ્યો છે તેમણે કહ્યું કે, આ કર્ણાટકથી શરૂઆત થઈ છે આવનાર સમયમાં પ્રજા જૂઠની, ભાગલાવાદી રાજનીતિને જાકારો આપશે.  

અમિત ચાવડા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ