બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / star badminton player pv sindhu will be flag bearer of team india

ગર્વની વાત / સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ફરી બનશે ભારતની ધ્વજવાહક, 28 જુલાઈએ બર્મિઘમમાં કૉમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન

MayurN

Last Updated: 08:33 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ફરી એકવાર ભારતની ફ્લેગબેરર બનશે. અગાઉ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને જવાબદારી સોંપવામાં આવી હતી.

  • પીવી સિંધુ ફરી એકવાર ભારતની ફ્લેગબેરર બનશે
  • નીરજ ચોપડા ધ્વજવાહક બનવાના હતા 
  • ઉદઘાટન સમારોહમાં 164 રમતવીરો ઉપસ્થિત રહેશે

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ફરી એકવાર ભારતની ફ્લેગબેરર બનશે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ બુધવારે બર્મિંગહામમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. અગાઉ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાને જવાબદારી સોંપવામાં આવી હતી, પણ તેની ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયા બાદ સિંધુને હવે ફ્લેગ બેરર બનાવવામાં આવી છે.

 

ઉદઘાટન સમારોહમાં 164 રમતવીરો ઉપસ્થિત રહેશે
જણાવી દઈએ કે ભારત તરફથી આ વખતની રમતોમાં 215 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ પહેલીવાર મહિલા ક્રિકેટ ટીમ જોડાઈ રહી છે. ગુરુવારે યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં કુલ મળીને 164 ખેલાડીઓ ભાગ લેશે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ બર્મિંગહામમાં વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદારોમાંની એક છે. તેણે ગોલ્ડ કોસ્ટ અને ગ્લાસગોમાં છેલ્લા બે તબક્કામાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વર્ષ 2018માં ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિંધુ ફ્લેગબેરર રહી હતી.

 

નીરજ ચોપડા ધ્વજવાહક બનવાના હતા
ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાએ મંગળવારે કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગત સપ્તાહે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો, પરંતુ તે દરમિયાન તેને કમરમાં ઈજા થઈ હતી, જે પછી તેણે તેની મેડિકલ ટીમ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ બર્મિંગહામ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. નીરજે પોતાના આ નિર્ણય પર દુ:ખ વ્યક્ત કરતી એક ભાવુક પોસ્ટ પણ લખી હતી અને તેને ભારતના ધ્વજવાહક ન બની શકવા બદલ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ