બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / ભાવનગર / Speculations that the new face of Koli will get a ticket at Bhavnagar

રાજકારણ / આ રીતે આહીર સમાજના નેતા માટે ખુલશે ભાજપમાં જોડાવવાનો માર્ગ: ભાવનગર પર કોળીના નવા ચહેરાને ટિકિટ મળે તેવી અટકળો

Vishal Khamar

Last Updated: 10:07 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર લોકસભા સીટ પર ભાજપ દ્વારા કોળી સમાજનો નવો ચહેરો ઉતારવાનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાજપ મોવડી મંડળ દ્વારા મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દેવાનું પણ કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલું હોવાથી ભાજપ દ્વારા આગામી ટૂંક સમયમાં  તમામ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજમાંથી નવો ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવશે. 

અમરીશ ડેર (પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ)

આહીર સમાજના નેતા માટે ભાજપમાં જોડાવાનો માર્ગ ખુલશે
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાનું મૌખિક સૂચનાં પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રાજકીય ગણિતનાં ફેરફારની અમરેલી જીલ્લામાં અસર પડી શકે છે. જેનાથી કોંગ્રેસ નેતા અમરીશ ડેર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો સાબિત થઈ શકે છે. 

બે દિવસ પહેલા જ ભાજપ દ્વાર ગુજરાતની લોકસભા બેઠકનાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે.  જ્યારે પાંચ ઉમેદવારોના પત્તા કપાયા છે. તો 2 ઉમેદવારો પૂર્વ રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બે ઉમેદવાર લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યાં છે. 

અમરીશ ડેર કેસરીયા કરશે ?
સૂત્રો પાપ્ત માહિતી મુજબ અંબરિષ ડેર કોંગ્રેસમાંથી એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા છે. અગાઉ પણ અમરીશ ડેર ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ હતી. જો કે, આપને જણાવીએ કે, અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમણે નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો.

વધુ વાંચોઃ રાયબરેલી નહીં દીવ-દમણથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી? કેતન પટેલના દાવાથી રાજકારણ ગરમાયું 

કોણ છે અંબરિષ ડેર ?
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ