બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Speak up! Narrator Dhirendra Acharya's disciple Rafuchakkar takes the host's wife

ઘોર કળિયુગ! / લો બોલો! યજમાનની જ પત્નીને લઇ કથાકાર ધીરેન્દ્ર આચાર્યનો શિષ્ય રફુચક્કર, મહિલાનો પતિ સાથે રહેવા ઇનકાર

Priyakant

Last Updated: 03:28 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh News: રામકથા કરવા આવેલ કથાકારના શિષ્યએ યજમાનની પત્નીનું અપહરણ કર્યું, યજમાનની પત્નિએ ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી

  • મધ્યપ્રદેશના છતરપુરમાં યજમાનને રામ કથા કરાવવી મોંઘી
  • કથાકારના શિષ્યએ યજમાનની પત્નીનું અપહરણ કર્યું 
  • ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સામે ફરિયાદ 

મધ્યપ્રદેશના છતરપુરમાં યજમાનને રામ કથા કરાવવી મોંઘી પડી છે. વાત જાણે એમ છે કે, રામકથા કરવા આવેલ કથાકારના શિષ્યએ યજમાનની પત્નીનું અપહરણ કર્યું હતું. જેને લઈ પીડિતાના પતિએ આ અંગે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુમ થયાનો ગુનો નોંધ્યો હતો. એક મહિના બાદ ફરિયાદીની પત્ની મળી આવતા પોલીસે તેણીનું નિવેદન લેવા પોલીસ સ્ટેશન બોલાવી હતી. પરંતુ મહિલાએ તેના પતિ સાથે રહેવાની ના પાડી અને ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

શું છે સમગ્ર મામલો ? 
વાસ્તવમાં આ મામલો વર્ષ 2021થી શરૂ થયો હતો. જ્યારે મહિલાના પતિ રાહુલ તિવારીએ ગૌરીશંકર મંદિરમાં રામકથાનું આયોજન કર્યું હતું. ચિત્રકૂટના કથાકાર ધીરેન્દ્ર આચાર્યને કથા કરવા બોલાવવામાં આવ્યા હતા. આચાર્ય તેમના શિષ્ય નરોત્તમ દાસ દુબે સાથે રામકથા કરવા આવ્યા હતા.  

શું છે આરોપ ? 
પતિ રાહુલનો આરોપ છે કે, કથા દરમિયાન તેની પત્નીને નરોત્તમ દાસ દુબેએ તેના પ્રેમપ્રકરણમાં ફસાવી હતી અને ત્યારબાદ બંનેએ તેનો મોબાઈલ નંબર લઈને વાત કરવાનું શરૂ કર્યું હતું. 5 એપ્રિલે નરોત્તમે તેની પત્નીનું અપહરણ કર્યું હતું. આ મામલામાં જિલ્લાના એસપી અમિત સાંઘીનું કહેવું છે કે, વિવાદને કારણે મહિલા તેના પતિ સાથે રહેવા માંગતી ન હતી, તેથી કોઈ કેસ બહાર આવતો નથી. હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ