બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Southwest Monsoon Reaches Kerala, 3 Days Ahead Of Schedule

હવામાન / સારા સમાચાર : ધાર્યાં કરતા વહેલું આવ્યું ચોમાસું, કેરળમાં દીધી દસ્તક, લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

Hiralal

Last Updated: 03:53 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યાં છે. દેશમાં ચોમાસુ બેસી ગયું છે અને કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી છે.

  • દેશમાં બેઠું ચોમાસું 
  • 29મેના દિવસે કેરળમાં ચોમાસાએ દીધી દસ્તક
  • કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
  • વહેલો વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ 

દેશ માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે કેરળમાં 1 જુનથી શરુ થતું ચોમાસુ 3 દિવસ પહેલા એટલે કે 29 મેના દિવસે ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગે એવું જણાવ્યું કે આગામી દિવસોમાં ચોમાસુ કેરળના બાકીના વિસ્તારોની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય થઈ જશે. આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ જણાવ્યું હતું કે કર્ણાટક, તમિલનાડુ, બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વના રાજ્યોના વધુને વધુ ભાગોને આવરી લેવા માટે ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગો અને દિલ્હીમાં હીટવેવ જેવી સ્થિતિ નહીં રહે. જણાવી દઈએ કે ખેડૂતોથી લઈને સરકાર સુધી બધા જ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. 

1 જુને આવતું ચોમાસું 29 મેના દિવસે બેઠું 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે, વિભાગે રવિવારે તેની પુષ્ટિ કરી છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સામાન્ય રીતે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વખતે તે 29 મેના રોજ જ દેશમાં દસ્તક દઈ ચૂક્યું છે. આ રીતે તે પોતાની સામાન્ય તારીખના ત્રણ દિવસ પહેલા જ કેરળ પહોંચી ગયું છે. આઇએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત અસાનીના આધારે આગાહી કરી હતી કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મે સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. પરંતુ તેમાં બે દિવસનો વિલંબ થયો હતો. તેમ છતાં સામાન્ય રીતે થતા ચોમાસાની એન્ટ્રીના ત્રણ દિવસ પહેલા જ આવી ગયું છે.

આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં ચોમાસુ બેસી ગયું હોવાથી હવે બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, યુપી, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ પડશે. તો યુપી, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ધૂળભરેલી આંધીની શક્યતા છે. 

લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ 
વહેલો વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે હાલમાં દેશના બધા રાજ્યોમાં ભીષણ ગરમી ચાલી રહી છે અને તેવે વખતે વહેલું ચોમાસું સારા સમાચાર છે. લગભગ 65 ટકા ખેતી ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. જ્યાં સિંચાઈના સાધનો છે ત્યાં ચોમાસાનો વરસાદ પણ જરૂરી છે. પુરતા વરસાદના અભાવે નદી-તળાવોમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે. આ વખતે દેશમાં ચોમાસાની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કારણ કે પ્રિ-મોન્સૂન વરસાદ અપેક્ષા કરતા ઘણો ઓછો રહ્યો છે.

હવે મળશે ભીષણ ગરમીમાંથી છૂટકારો

આગામી થોડા દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે એટલે ભીષણ ગરમીમાંથી પણ રાહત મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ