બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / south delhi municipal corporation sdmc bulldozer action may encroachment

પગલાં / જહાંગીરપુરી બાદ હવે દિલ્હીના આ વિસ્તારોમાં બુલડોઝર ચલાવવાની તૈયારી, તંત્રએ ઘડ્યો આ એક્શન પ્લાન

Dhruv

Last Updated: 12:04 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જહાંગીરપુરી બાદ હવે ફરીથી કેટલાંક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવાની તૈયારી કરી દેવાઇ.

  • જહાંગીરપુરી બાદ ફરી દિલ્હીમાં ચાલશે બુલડોઝર
  • ગેરકાયદે બાંધકામ પર તંત્ર દ્વારા ચલાવશે બુલડોઝર
  • જાણો કઇ તારીખે કઇ જગ્યાએ ચાલશે આ બુલડોઝર

દિલ્હીના જહાંગીરપુરીના ગેરકાયદે બાંધકામ પર ચલાવેલા બુલડોઝર બાદ હવે ફરીથી રાજધાનીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી 10 દિવસનો રૂટ મેપ તૈયાર કરી લીધો છે. જેમાં દક્ષિણ દિલ્હીના એવાં વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જ્યાં બુલડોઝર ચલાવવામાં આવશે. જે મુજબ 6 મેના રોજ ઓખલામાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે. 9 મેના રોજ શાહીન બાગમાં બુલડોઝર ચલાવાશે.

દિલ્હીના બીજેપી અધ્યક્ષે SDMC અને NDMCના મેયરને લખ્યો હતો પત્ર

20 એપ્રિલના રોજ દિલ્હીના બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) અને ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ના મેયરને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ રોહિંગ્યાઓ, બાંગ્લાદેશીઓ અને અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો હટાવવાની માંગ કરી હતી.

દક્ષિણ દિલ્હીના મેયર મુકેશ સુર્યનએ એક બેઠક બાદ જણાવ્યું હતું કે, સરકારી જમીન, રસ્તાઓ અને ફૂટપાથ પરના દબાણને દૂર કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું હતું કે, દબાણ અને ગેરકાયદે બાંધકામ હટાવતા પહેલાં લોકોને નોટિસ આપવામાં આવશે.

જણાવી દઇએ કે, દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એ મુજબ આગામી એક સપ્તાહની અંદર દિલ્હીના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે. બુલડોઝરની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મનપાએ વધારાની પોલીસ ફોર્સની પણ માંગણી કરી છે.

જાણો કઇ-કઇ જગ્યાએ ચાલશે બુલડોઝર?

4 મે: એમબી રોડ પર કરણી સિંહ શૂટિંગ રેન્જની આસપાસ.

5 મે: કાલિંદી કુંજ મેઈન રોડ પર કાલિંદી કુંજ પાર્કથી જામિયા નગર પોલીસ સ્ટેશન સુધી.

6 મે: શ્રીનિવાસપુરી ખાનગી કોલોનીથી ઓખલા રેલ્વે સ્ટેશન ગાંધી કેમ્પ સુધી.

9 મે: શાહીન બાગ મેઈન રોડ (જી-બ્લોક) અને જસોલા કનાલથી કાલિંદી કુંજ પાર્ક સુધી.

10 મે: ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ગુરુદ્વારા રોડ પર બૌદ્ધ મંદિર અને તેની આસપાસ.

11 મે: લોધી કોલોનીનું મેહર ચંદ માર્કેટ, સાંઈબાબા મંદિર પાસે અને જવાહરલાલ નેહરુ મેટ્રો સ્ટેશનની આસપાસ.

12 મે: ધીરસેન માર્ક, ઇસ્કોન મંદિર રોડ, કાલકા દેવી માર્ગ અને તેની આસપાસનો વિસ્તાર.

13 મે: ખડ્ડા કોલોની અને તેની આસપાસનો વિસ્તાર.

અગાઉ જહાંગીરપુરીમાં ચલાવવામાં આવ્યું હતું બુલડોઝર

તમને જણાવી દઇએ કે, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. કારણ કે, શોભા યાત્રા દરમિયાન પથ્થરમારા બાદ બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ત્યાર બાદ જહાંગીરપુરીમાં ગેરકાયદે બાંધકામ અને દબાણ પર બુલડોઝર દોડાવાયું હતું. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ