બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરા / son former Vadodara cricketer donated 2 crores to the temple Swaminarayan

ઘટસ્ફોટ / વડોદરાના પૂર્વ ક્રિકેટરનો પુત્ર સ્વામિનારાયણ મંદિરના 2 કરોડ ચાંઉ કરી ગયો, પિતા-પુત્રના કારસ્તાન પરથી SOGએ ઉંચક્યો પડદો

Ajit Jadeja

Last Updated: 11:49 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા છે. આંગડિયામાં જયપુરથી નાશિક મોકલાયેલા રૂપિયા તુષાર આરોઠે ઉપાડી લીધા હતા

Vadodara Crime News: તુષાર આરોઠે અને ઋષિ આરોઠે દ્વારા છેતરપિંડી કેસમાં નવો ખુલાસો થયો છે. આ બંને પિતા-પુત્રના વધુ એક કારસ્તાનનો SOGએ ખુલાસો કર્યો છે. ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા છે. આંગડિયામાં જયપુરથી નાશિક મોકલાયેલા રૂપિયા તુષાર આરોઠે ઉપાડી લીધા હતા. 10 રૂપિયાની નોટનો નંબર બતાવી તુષાર આરોઠેએ 1.39 કરોડની કરી છેતરપિંડી કરી હતી. જ્યારે ઋષિ આરોઠેના ઈશારે તેના સાગરિતે નાશિકના આંગડિયામાંથી 60 લાખ ઉપાડ્યા હતા.

નોટનો નંબર બતાવી રૂપિયા ઉપાડી લીધા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠે ના ઘરેથી કરોડો રૂપિયા મળી આવવાના મામલે નવા ઘટસ્ફોટ થયા છે. SOG પોલીસની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર રિશી આરોઠેએ રાજસ્થાનના કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા ચાઉ કર્યાનું ખુલ્યુ છે. આંગડિયાએ જયપુરથી નાશિક મોકલાવેલા 1.39 કરોડ તુષાર આરોઠેએ 10 રૂપિયાની નોટનો નંબર બતાવી વડોદરાથી ઉપાડી લીધા હતા. જ્યારે રિશીના ઇશારે બીજા સાગરીતે નાશિકના આંગડિયા પાસેથી 60 લાખ પડાવી લીધા હતા. સાળંગપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓએ SOGનો સંપર્ક કરતાં રહસ્ય ખુલ્યું છે.

પોલીસે ઘરેથી જપ્ત કર્યા હતા રૂપિયા

વડોદરા પોલીસે તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી 1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ તેમની સામે ગુનો નોંધ્યો હતો.એસઓજી પોલીસે જણાવ્યું હતું કે, રોકડ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે અરોઠે કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા. રોકડની બેગ અરોઠેના પુત્ર ઋષિના એપાર્ટમેન્ટમાં મળી આવી છે, જે અગાઉ ક્રિકેટ સટ્ટાબાજી અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે. આ સિવાય વિક્રાંત રાયપટવાર અને અમિત જનિત નામના અન્ય બે સહયોગીઓ પણ રૂ. 38 લાખની રોકડ સાથે મળી આવ્યા હતા. રાયપટવાર અને જનિતની સીઆરપીસીની કલમ 102  હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019 માં, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની IPL મેચ દરમિયાન કથિત સટ્ટાબાજીના આરોપમાં શહેરના સ્થાનિક કાફેમાંથી અરોઠે સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા હતા.  તુષાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા. 

વધુ વાંચોઃ આ વર્ષે શતાયુ મતદારો ઘરે બેઠાં જ કરી શકશે મતદાન, જાણો સમગ્ર અમદાવાદ જિલ્લામાં ક્યાં કેટલા મતદાતા

અરોઠે મહિલા ટીમના મુખ્ય કોચ હતા

ભારતીય મહિલા ટીમ 2017 માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ત્યારે બરોડાના પૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અરોઠે મુખ્ય કોચ હતા. તેમને બે વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. પરંતુ તેમનો કાર્યકાળ જુલાઇ 2018 માં અકાળે સમાપ્ત થયો, જ્યારે તેમણે ટીમમાં મતભેદના અહેવાલોને પગલે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ રાજીનામું આપ્યું. તે 2008 અને 2012 વચ્ચે ટીમના કોચિંગ સ્ટાફનો પણ એક ભાગ હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ