બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Ahmedabad district Satayu number of voters will be able to vote at home

લોકસભા ચૂંટણી 2024 / આ વર્ષે શતાયુ મતદારો ઘરે બેઠાં જ કરી શકશે મતદાન, જાણો સમગ્ર અમદાવાદ જિલ્લામાં ક્યાં કેટલા મતદાતા

Ajit Jadeja

Last Updated: 07:58 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો, અમદાવાદ પશ્ચિમ લોકસભામાં 18,836 વરિષ્ઠ મતદારો

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે. દેશના કરોડો નાગરિકો ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં કેટલાય નાગરિકો શતાયું મતદારો છે. ચુંટણી પંચ દ્વારા શતાયું મતદારો મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે બધી જ વ્યવસ્થા જે તે મતદાન મથકના સ્ટાફ દ્વારા કરવાની રહેશે. દરેક વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારીઓએ શતાયુ મતદારોને ઓળખી કાઢીને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી કરવાની રહેશે.

અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે શતાયું મતદારો

અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયું મતદારો છે. 85 વર્ષથી વધુ વયના અને શતાયું મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે પ્રકારે વ્યવસ્થા કરાશે. સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં 18,836 વરિષ્ઠ મતદારો છે. જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભામાં 6580 વરિષ્ઠ મતદારો છે. તો, ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો છે. શતાયુ મતદારો માટે મતદાન મથક પર રેમ્પ અને વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મતદાન મથક સુધી આવી ન શકે તેવા શતાયુ મતદારનો સરવે કરી તેમના ઘરે જ મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.

 

ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આવી ગઈ છે, જેમાં અમદાવાદમાં અનેક મતદારો મતદાન કરશે. જયા શતાયુ મતદારો પણ હશે. ત્યારે જોઈએ આ ચૂંટણીમાં કેટલા શતાયું મતદારો છે અને તેમના માટે શુ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો મતદાન કરશે. સૌથી વધુ અમદાવાદ પશ્ચિમ લોકસભા માં 18,836 વરિષ્ઠ મતદારો અમદાવાદ પૂર્વ લોકસભા માં 6580 મતદારો જ્યારે ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો છે.

સાણંદ વિધાનસભામાં 1934 મતદારો 85+ વયના

લોકસભા મતક્ષેત્રમાં આવતી વિધાનસભા વિસ્તાર વાઇઝ આ સંખ્યાની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના એલિસબ્રીજ વિધાનસભામાં સૌથી વધુ 6962, જયારે અમરાઈવાડી વિધાનસભામાં 1720, દરિયાપુર વિધાનસભામાં 2082, જમાલપુર-ખાડિયા વિધાનસભામાં 1607, મણિનગર વિધાનસભામાં 2881, દાણીલીમડા વિધાનસભામાં 1908 અને અસારવા વિધાનસભામાં 1676 મતદારો 85+ વયના છે. અમદાવાદ પૂર્વ લોકસભા વટવા વિધાનસભામાં 1166, નિકોલ વિધાનસભામાં 1013, નરોડા વિધાનસભામાં 1939, ઠકકરબાપાનગર વિધાનસભામાં 1182, અને બાપુનગર વિધાનસભામાં 1280 મતદારો 85+ વયના છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા ઘાટલોડિયા વિધાનસભામાં 4005, વેજલપુર વિધાનસભામાં 4393, નારણપુરા વિધાનસભામાં 4162, સાબરમતી વિધાનસભામાં 2337 અને સાણંદ વિધાનસભામાં 1934 મતદારો 85+ વયના છે.


ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો પર મતદાન 

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે-2024 ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના સંદર્ભે આગામી તારીખ 12 એપ્રિલ 2024 ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં કુલ- 60,39,145 મતદારો નોંધાયા છે. જેમાં 31,33,284 પુરુષ મતદારો અને 29,05,622 સ્ત્રી મતદારો તથા 239 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 18 થી 19 વર્ષના મતદારો-1,04,175 છે, જે પ્રથમ વખત મતદાન કરશે. 20 થી 29 વય જૂથના 10,95,608 મતદારો છે. જ્યારે 51 હજાર કરતા વધુ શતાયુ મતદાર છે, જેમા 45,022 મતદારો 85 વર્ષ ઉપરના છે. 1259 મતદારો 100 વર્ષ ઉપરના શતાયુ મતદારો છે. અને 30,732 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જિલ્લામાં કુલ-5432 મતદાન મથક છે. આ ઉપરાંત જિલ્લામાં મહિલા દ્વારા સંચાલિત 147, દિવ્યાંગો દ્વારા સંચાલિત 21, યુવાઓ દ્વારા સંચાલિત 21 મતદાન મથક છે. તથા 21 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો અને 21 મોડેલ મતદાન મથક રહેશે. આ મતદારોમાં શતાયુ મતદારો માટે મતદાન મથક પર રેમ્પ અને વ્હિલચેર સહિત શતાયુ મતદાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જે મતદાન મથક પણ ન આવી શકે તેવા શતાયુ મતદાર નો સર્વે કરી તેમના ઘરે જ મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.

આ પણ વાંચોઃ 40 વર્ષ બાદ પુન: એકજૂથ થશે ગાંધી પરિવાર? કોંગ્રેસની ઑફર બાદ હવે વરૂણ ગાંધીના આગામી પગલા પર નજર

ધોળકા વિધાનસભામાં 1341 મતદારો 85+ વયના

આ સિવાય સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બે વિધાનસભા વિરમગામ અને ધંધુકા અમદાવાદ જિલ્લામાં આવે છે. જ્યારે ખેડા લોકસભા મતવિસ્તારમાં પણ સમાવિષ્ટ બે વિધાનસભા ધોળકા અને દસ્ક્રોઈ અમદાવાદ જિલ્લામાં આવે છે. આ ચાર વિધાનસભાની વાત કરીએ તો, વિરમગામ વિધાનસભામાં 2532 અને ધંધુકા વિધાનસભામાં 3330 મતદારો 85+ વયના છે. જ્યારે ધોળકા વિધાનસભામાં 1341 અને દસ્ક્રોઈ વિધાનસભામાં 1852 મતદારો 85+ વયના છે. લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી વધુ વયના મતદારો મતદાન કરવામાં બાકાત ન રહી જાય તે પણ ધ્યાન અપાઈ રહ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ