બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Somewhere there is a terrible flood and somewhere like a flood, stormy batting of Meghraja in many states

હવામાન અપડેટ / ક્યાંક ભયંકર લૂ તો ક્યાંક પૂર જેવા હાલ, ઘણા રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ: દેશમાં મોસમનો ટ્રીપલ ઍટેક

Priyakant

Last Updated: 09:56 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં

  • દેશભરમાં મોસમનો ટ્રીપલ ઍટેક, ગરમી, વરસાદ અને પૂર 
  • બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં
  • ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમીની લપેટમાં
  • આસામમાં પૂરના કારણે યલો એલર્ટ, 37 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા

દેશભરમાં હવામાનમાં સતત બદલાવ વચ્ચે ક્યાંક આકરી ગરમીનો પ્રકોપ યથાવત તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. અહીં લોકોને ગરમીથી રાહત મળી છે, તો ત્યાં તેઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે હવામાન શુષ્ક રહ્યું છે. દિલ્હીમાં રવિવાર, 18 જૂને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. અહીં હળવો વરસાદ પણ પડી શકે છે. જેના કારણે દિવસભર વાતાવરણ ખુશનુમા રહેશે. જોકે ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમીની લપેટમાં છે. વિભાગના જણાવ્યા અનુસાર 20 જૂને રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.

આસામમાં પૂરના કારણે યલો એલર્ટ 
આ તરફ આસામમાં આકાશમાંથી એવી આફત વરસી છે કે, પૂરની સ્થિતિ સર્જાવા લાગી છે. આસામના 10 જિલ્લામાં લગભગ 37 હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, આના કારણે ઘણા ગામોના લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બિપોરજોયના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યમાં વરસાદના કારણે વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડશે. રાજ્યમાં 21 જૂન સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં હીટવેવનો યથાવત
આ તરફ દેશના બિહાર, ઝારખંડ, ઓડિશા જએવા રાજ્યો આકરી ગરમીની લપેટમાં છે. આકરા તડકાના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5-6 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. આ સાથે હીટવેવની પ્રક્રિયા ચાલુ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ