બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Some parts of South Saurashtra may receive rain, with heavy rain expected over coastal areas

માવઠું / હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે સિઝનનું જોરદાર માવઠું, ડિસેમ્બર પણ કમોસમી

Dinesh

Last Updated: 11:34 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather expert forecast: અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • તારીખ 26 અને 27ના રોજ માવઠું થશે'
  • ડિસેમ્બરમાં પણ પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે


Weather expert forecast: રાજ્યના હવામાનને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં 24 નવેમ્બરને 2023થી દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. 

28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

હવામાન વિભાગની આગાહી
25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. 24મી નવેમ્બરથી એટલે કે આજથી 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે કહ્યું છે કે 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ