બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Snow falls when the air temperature is -9 degrees Celsius or colder

જાણવા જેવું / કેવી રીતે થાય બરફવર્ષા? આકાશી ઘટના પહાડો પર જ કેમ થાય છે, પીગળતા કેટલી વાર લાગે?

Pooja Khunti

Last Updated: 01:16 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહાડી ક્ષેત્રની ઊંચાઈ સમુદ્ર તટથી વધુ હોય છે. સમુદ્ર તટથી ઊંચાઈ વાળા વિસ્તારમાં વર્ષ દરમિયાન વાતાવરણ ઠંડુ જ રહે છે. જે હિમવર્ષાનું મુખ્ય કારણ છે.

  • હિમવર્ષા કેમ થાય છે 
  • પહાડોમાં જ કેમ હિમવર્ષા થાય છે 
  • કેટલાક ઠંડા વિસ્તારોમાં હિમવર્ષા કેમ થતી નથી

જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડનાં કેટલાક વિસ્તાઓમાં બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. આ વર્ષે પહાડી વિસ્તારમાં હિમવર્ષા ખૂબ મોડી શરૂ થઈ છે. અમુક વિસ્તારોમાં જબરદસ્ત બરફ પડવાને કારણે ત્યાંનું જનજીવન ખોરવાઇ ગયું છે. મેદાની વિસ્તારનાં લોકો હાલ બરફની મજા લેવા માટે નીકળી પડ્યા છે. તમે પણ ક્યારેક બરફ પડતાં જોયો હશે. ત્યારે તમને થતું હશે કે આકાશમાંથી બરફ કેવી રીતે પડે છે. જાણો હિમવર્ષા કેવી રીતે થાય છે. 

હિમવર્ષા કેમ થાય છે 
સૂરજની કિરણોની ગરમીને કારણે સાગર-મહાસાગર, નદીઓ, કુવા અને તળાવમાંથી પાણી કુદરતી રીતે વરાળ બનીને ઉપર તરફ વધતું રહે છે. આ વરાળ વાયુ મંડળની હવાથી હલકી હોય છે. જે આકાશમાં ઉપર તરફ વધતી જ જાય છે. આ વરાળ આગળ જઈને ત્યાંનાં વાતાવરણ પ્રમાણે વાદળનું રૂપ લઈ લે છે. જ્યારે ઉપરનું વાતાવરણ ઠંડુ હોય છે ત્યારે આ વરાળ બરફ બનવા લાગે છે. બરફ બનતા જ તે ભારે થઈ જાય છે અને નીચે પડવા લાગે છે. 

પહાડોમાં જ કેમ હિમવર્ષા થાય છે 
પહાડી ક્ષેત્રની ઊંચાઈ સમુદ્ર તટથી વધુ હોય છે. સમુદ્ર તટથી ઊંચાઈ વાળા વિસ્તારમાં વર્ષ દરમિયાન વાતાવરણ ઠંડુ જ રહે છે. જે હિમવર્ષાનું મુખ્ય કારણ છે. ઘણી વાર મેદાની ક્ષેત્રમાં પણ હિમવર્ષા ઓલાવૃષ્ટિનાં રૂપમાં પડવા લાગે છે. આ સ્થાન પર બરફનાં ટુકડા ઓઝોન પરતથી થઈને પડે છે, ત્યાં તાપમાનનાં કારણે તે ટુકડા થઈ જાય છે. જ્યારે પહાડોમાં બરફ ફ્લેક્સનાં રૂપમાં પડે છે. ઠંડી હોવાના કારણે ઓગળેલી બરફ ફરી બરફ બનીને જામી જાય છે. 

વાંચવા જેવું: ટ્રાવેલ પેકેજ બુક કરવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બાબતો ખાસ નોટ કરી લેજો

કેટલાક ઠંડા વિસ્તારોમાં હિમવર્ષા કેમ થતી નથી 
વધુ પડતી હિમવર્ષા ત્યારે જ થાય છે જ્યારે જમીનની નજીક હવાનું તાપમાન -9 ડિગ્રી સેલ્સિયસ અથવા ઠંડુ હોય ત્યારે હિમવર્ષા થાય છે. ઠંડી હવા વરાળને પકડી શકે છે. વિજ્ઞાન મુજબ હિમવર્ષા માટે ભેજ જરૂરી છે. એટલા માટે અમુક શુષ્ક પહાડો ઠંડા હોવાના કારણે પણ તેમા ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ત્યાં આગળ ફુંકાતો તેજ પવન બાકી રહેલા ભેજને પણ શોષી લે છે. જેના કારણે ખૂબ જ ઓછી હિમવર્ષા થાય છે. 

બરફને પીગળતા કેટલો સમય લાગે છે 
ધૂળ અને ઘાટા રંગોનાં કણોનો પ્રભાવ બરફનાં આકાર અને પીગળવાની ગતિ પર પડે છે. જો બરફનો રંગ કણોનાં કારણે ઘાંટો છે તો તે વધુ સૂર્યપ્રકાશ શોષી શકે છે. કેટલાક સંશોધન મુજબ બરફની જગ્યાએ ધૂળ જામી જતાં તેને પીગળતા 21-51 દિવસનો સમય લાગે છે. જો તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ હોય તો બરફ 5 થી 18 દિવસમાં પીગળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ