બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Smriti Irani's explanation: Home loan was to be paid, pan-masala was giving crores of rupees

નિવેદન / સ્મૃતિ ઈરાનીનો ખુલાસો: ઘરની લોન ચૂકવવાની હતી, પાન-મસાલા વાળા કરોડો રૂપિયા આપી રહ્યા હતા પણ છતાં મેં...

Priyakant

Last Updated: 08:59 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smriti Irani Statement News: સ્મૃતિ ઈરાની જ્યારે અભિનયની દુનિયામાં હતા ત્યારે તેમને ઘણી વખત અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પાન મસાલા જાહેરાતો ઓફર કરવામાં આવી પરંતુ તેમણે દરેક વખતે ઇનકાર કર્યો હતો

  • કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યો મોટો ખુલાસો 
  • અભિનયની દુનિયામાં ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો: સ્મૃતિ ઈરાની 
  • પાન-મસાલા વાળા કરોડો રૂપિયા આપી રહ્યા હતા પણ મે ના પાડી: સ્મૃતિ ઈરાની 

કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની તે એક સમયે ભારતીય ટેલિવિઝનના સૌથી મોટા નામોમાં નું એક હતું. તે પ્રખ્યાત શો "ક્યૂં કી સાસ ભી કભી બહુ થી" માં તુલસી વિરાણીની ભૂમિકા માટે પ્રખ્યાત હતા. સ્મૃતિ ઈરાની જ્યારે અભિનયની દુનિયામાં હતા ત્યારે તેમને ઘણી વખત અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તેમને પાન મસાલા જાહેરાતો ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે દરેક વખતે ઇનકાર કર્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ શું કર્યો ખુલાસો ? 
મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ ખુલાસો કર્યો છે કે, તેમણે આવો નિર્ણય કેમ લીધો. રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "મને યાદ છે કે જ્યારે મેં મારી સફર શરૂ કરી ત્યારે મારી પાસે બિલકુલ પૈસા નહોતા. હું નવી પરણેલી હતી અને મારા બેંક ખાતામાં 20-30 હજાર રૂપિયા હતા. ઘર ખરીદવા માટે બેંક પાસેથી પૈસા ઉછીના લીધા હતા. તે લગભગ રૂ. 25-27 લાખ હતા. તે જ સમયે પાન મસાલા જાહેરાત કરવા માટે ઓફર કરવામાં આવી હતી. પણ મેં તેને ઠુકરાવી દીધી હતી. 

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, પાન મસાલાની જાહેરાત માટે તેમને જે પૈસા ઓફર કરવામાં આવ્યા હતા તે તેમની બેંકમાંથી લીધેલી લોન કરતા 10 ગણા વધુ હતા. ઑફર નકારવાના નિર્ણય પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું, મને ખબર હતી કે ત્યાં પરિવારો જોઈ રહ્યાં છે, યુવાનો જોઈ રહ્યાં છે, અને મને લાગ્યું કે શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ તેમને એવું અહેસાસ કરાવે કે તમે પરિવારનો ભાગ છો અને તમે અચાનક પાન મસાલા વેચી રહ્યાં છો. તેથી મેં પ્રામાણિકપણે ના કહ્યું. મેં દારૂ કંપનીઓ દ્વારા વેચાતી પ્રોડક્ટ્સને પણ ના કહ્યું. કારણ કે મને ખબર હતી કે બાળકો જોઈ રહ્યા છે.

પોતાના બાળકો વિશે શું કહ્યું ? 
આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ પોતાના બાળકો વિશે પણ વાત કરી. તેણીએ કહ્યું, હું તૂટેલા ઘરમાંથી આવી છું. આમાંથી મારી સૌથી મોટી શીખ એ છે કે, હું ઈચ્છું છું કે મારા બાળકોને ખબર પડે કે હું તેમની સુરક્ષા માટે મૃત્યુ સુધી લડીશ. મને લાગે છે કે, બાળકની શ્રેષ્ઠ લાગણી છે કે, તમારી પાસે માતા-પિતા હોય. તેમના માટે દુનિયા સામે લડી શકે છે.

આ સાથે તેમણે ઉમેર્યું કે, એક માતા તરીકે ભગવાને મને જે સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે તેમાંનો એક એ છે કે, જો મારા બાળકો મારાથી દૂર જશે, તો મને કોઈ વાંધો નહીં આવે કારણ કે તેઓ ઘણું પસાર કરી ચૂક્યા છે. હું તેમના માટે લડી શકું છું. અને હું તેમને જવા પણ આપી શકું છું. હું મરતા સુધી બાળકોને પ્રેમ કરીશ અને 24 કલાક તેમના માથા પર બેસીશ નહીં. તેમને જગ્યા આપો અને હું મારી જાતને એટલી જગ્યા આપું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ