બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Smoking Stress and alcohole can affect your fertility report says
Ajit Jadeja
Last Updated: 01:33 PM, 21 March 2024
આગામી સમયમાં બાળકો પેદા કરવાની ક્ષમતા ઘટતી જાય તેવી શક્યતા છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેટલીક આદતોને કારણે પ્રજનન દર ઘટી શકે છે.તમારી આસપાસ તમે ઘણા એવા લોકો જોયા હશે, જે બાળકના જન્મ માટે સંઘર્ષ કરતા હશે. આજના સમયમાં ફર્ટિલિટી કોમન સમસ્યા બની ચૂકી છે. માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો પણ ફર્ટિલિટી મામલે સંઘર્ષ કરી રહ્યા છે. ફર્ટિલિટી ઘટવાનું સૌથી મોટું કારણ આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, સિગરેટ, દારૂ જેવા વ્યસન અને સ્ટ્રેસ છે. તાજેતરમાં આ અંગે એક રિપોર્ટ જાહેર થયો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પ્રજનન ક્ષમતામાં વધુ ઘટાડો થશે અને આવનારી પેઢી માટે આ ખરાબ સમય બનશે. તમને આ રિપોર્ટ વિશે જણાવીએ અને છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રજનન ક્ષમતામાં કેટલો ઘટાડો જોવા મળ્યો.
ADVERTISEMENT
સાઈબિરીયા જેવા દેશોમાં આ સ્થિતિ વધુ ચિંતાજનક
બુધવારે ધ લેસેન્ટના પ્રકાશિત અહેવાલ અનુસાર દુનિયભરના 204 દેશમાંથી 155 એટલે કે 76% દેશમાં 2050 સુધીમાં પ્રજનન દર હાલના દર કરતા પણ ઘણો ઓછો થઈ જશે. 1950માં વૈશ્વિક સ્તર પર પ્રતિ મહિલા પ્રજનન દર 5 બાળકોનો હતો, જે 2021માં ઘટીને 2.2 થઈ ગયો છે. રિસર્ચર્સના કહેવા પ્રમાણે2021માં 110 દેશોમાં આ દર 2.1% હતો. પણ દક્ષિણ કોરિયા અને સાઈબિરીયા જેવા દેશોમાં આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં પ્રજનન દર સ્ત્રી દીઠ 1.1 બાળકો કરતાં પણ ઓછો છે અને આવનારા સમયમાં આ પ્રજનન દર વધુ ઘટશે. સંશોધકોએ કહ્યું કે નીચા પ્રજનન દરને કારણે ઘણા દેશોની વસ્તીમાં ઘટાડો જોવા મળશે.
ADVERTISEMENT
પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરતાં કારણો
એક્સપર્ટસના કહેવા પ્રમાણે ફર્ટિલિટીને પ્રભાવિત કરતાં કારણોમાં સૌથી પહેલા ઓબેસિટી, ધૂમ્રપાન, કેફિન, દારૂ, ડિપ્રેશન તણાવની દવાઓ ગર્ભનિરોધકની દવા લેવી વગેરે. એક રિપોર્ટ મુજબ જે મહિલાઓનું વજન વધારે હોય છે, તેઓ અન્ય મહિલાઓની સરખામણીમાં ગર્ભધારણ કરવામાં વધુ સમય લે છે. ભલે તેમના પિરિયડ્સ નિયમિત હોય તો પણ મિસકૅરેજની શક્યતાઓ વધી જાય છે. આ સિવાય મોટી ઉંમરે ગર્ભધારણ, વારંવાર મિસકૅરેજ થવું, જાતીય સંભોગનો સમય અને આવર્તન પ્રજનન ક્ષમતાને અસર કરે છે. જ્યાં પુરુષોના શુક્રાણુઓની ઓછી સંખ્યા હોવાને કારણે પણ મહિલાઓની પ્રજનન ક્ષમતા પર અસર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.