બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / slab collapsed in new medical college, morbi,Theinjured were rescued

રોષ / મોરબીમાં ફરી દુર્ઘટના: નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટતા 5 શ્રમિકો દટાયા, ઇજાગ્રસ્તોનું કરાયું રેસ્ક્યૂ

Ajit Jadeja

Last Updated: 01:57 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેડિકલ કોલેજમાં છત ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. કાટમાળમાં ફરાયેલા મજુરોને ગેસ કટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા

મોરબીના સનાળામાં મેડિકલ કોલેજમાં સવારે ભરાયેલો સ્લેબ સાંજે તુટી પડતા કામગીરી કરી રહેલા પાંચ શ્રમિકો ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત વધુ ગંભીર છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ નજીક નવીન મેડિકલ કોલેજનું કામ ચાલી રહ્યુ છે. આ મેડિકલ કોલેજમાં છત ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. કાટમાળમાં ફરાયેલા મજુરોને ગેસ કટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા.  જેમાં પાંચ જેટલા મજુરો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘવાયેલા પાંચ શ્રમિકો પૈકી એકની હાલત ગંભીર છે.  આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મજુરોની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા જોવા મળી ન હતી. મજુરોને બચાવવા માટે સળીયા કાપવા માટે ગેસ કટર પણ હાજર ન હતી જેને લઇ બહારથી લાવવી પડી હતી. જેને કારણે કાટમાળમાં દબાયેલા મજુરોને કલાકો સુધી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સનાળા ગામમાં નિર્માણાધીન મેડિકલ કોલેજમાં ગઇકાલે સવારથી સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હતી જ્યા મોટીસંખ્યામાં મજુરો કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નવીન સ્લેબ તુટી પડ્યો હતો જેને લઇને અફરા તફરી મચી જવા પામી હતી. નીચે કાટમાળમાં કામકરતા મજુરો દબાયા હતા જેને પગલે રોકકળ મચી જવા પામી હતી. કાટમાળમાં ફસાયેલા મજુરોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા.  ઘટના બાદ જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. ફાયર વિભાગના જવાનો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા.

મોરબી સ્લેબ પડવાની ઘટના મુદ્દે ફાયર ઓફિસરે જણાવ્યુ હતુ કે, સ્લેબ ધરાશાયી થવાથી પાંચ મજુરોને ઇજા પહોચી છે. અમને 8 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. જેમાં નવીન હોસ્પિટલ બની રહી છે ત્યા સ્લેબ પડ્યો હોવાનો કોલ મળ્યો હતો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. સ્લેબ નીચે દબાયેલા એક વ્યક્તિને બચાવીને સિવિલમાં સારવાર માટે લઇ જવાયો છે. અમારી ટીમ પહોચે તે પહેલા સ્થાનિકોએ ચાર લોકોને બચાવી લીધા હતા. સમગ્ર ઘટનામાં રાજકોટની ટીમની મદદ પણ લેવામાં આવી હતી. કાટમાળ હટાવવાની સમગ્ર કામગીરી પૂર્ણ થઇ છે.

વધુ વાંચો: 16 વર્ષની સગીરા સાથે 5 શખ્સોએ 8 મહિના સુધી કર્યું દુષ્કર્મ પછી.., વઢવાણનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

ઘટના બાદ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્થળ પર પહોચ્યા હતા. તેમણે મજુરોની મુલાકાત પણ કરી હતી અને ત્યાર બાદ તેમણે નિવેદનમાં કહ્યુ કે આ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી હશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ બેદરકાર વ્યક્તિને છોડવામાં નહિ આવે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ