બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A 16-year-old minor was raped by five men in Surendranagar's Wadhwan.

ક્રાઈમ / 16 વર્ષની સગીરા સાથે 5 શખ્સોએ 8 મહિના સુધી કર્યું દુષ્કર્મ પછી.., વઢવાણનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

Dinesh Chaudhary

Last Updated: 08:27 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surendranagar news: સુરેન્દ્રનગર઼ના વઢવાણમાં 16 વર્ષિય સગીરા પર પાંચ શખ્સોએ દુષ્કર્મ આચર્યું, 6 માસનો ગર્ભ રહેતાં પોલીસે 5ની ધરપકડ કરી

વઢવાણના એક વિસ્તારની 16 વર્ષિય સગીરાને 5 શખ્સોએ 8 મહિના સુધી ધંમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. 

6 માસનો ગર્ભ રહેતાં મામલો બહાર આવ્યો
પિતા મરણ પામતાં માતા એકલી મૂકીને અન્ય સ્થળે રહેવા ચાલી ગઈ હોવાથી સગીરા 90 વર્ષિય દાદી સાથે રહેતી હતી. સગીરાની એકલતાનો લાભ લઈ પાંચેય શખ્સોએ સગીરાના ઘરમાં અવાર નવાર ઘૂસી દુષ્કર્મ આચરતા હતા. છરી બતાવી તેમજ ધમકી આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. વારંવાર દુષ્કર્મ આચરતા હોવાથી સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. 

વાંચવા જેવું: ગુજરાતમાં આવેલી કુદરતી આપત્તિની અસર 'કેન્દ્ર'માં નહીં, બે વર્ષમાં એક રૂપિયો પણ ન ચૂકવ્યો, ચોંકાવનારો ખુલાસો

સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ 
વઢવાણ પોલીસને જાણ કરતાં પોલીસે સગીરાના સગા ફુઆ રફીક ઉર્ફે મુન્નો કેરાળીયા, અલફ્રાન મિરઝા, સમીર મલેક, શાહરૂખ મલેક અને અવેશ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.  સગીરા પર વધુ કેટલાક યુવકોએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની શક્યતાઓને હોવાની પણ લોકોમાં ચર્ચાઓ થઇ છે. જો કે,  હવે પોલીસ આરોપીઓ પાસેથી શુ નવા ખુલાસાઓ કરાવે છે તે જોવુ રહ્યુ. સમગ્ર કેસને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News surendranagar Crime news surendranagar news વઢવાણ દુષ્કર્મ કેસ Surendranagar Crime News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ