બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Skymet has predicted heavy rainfall across Gujarat

દે ધનાધન / વરસાદ અંગે સ્કાયમેટનું એલર્ટ: ગુજરાતમાં આવનાર બે દિવસમાં જ પૂરની સ્થિતિ ઉભી થશે, આ જિલ્લાઓમાં મેઘતાંડવ થશે

Kishor

Last Updated: 09:40 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, સુરત, વલસાડ, ભરૂચમાં સહીતના ગુજરાતભરના જિલ્લામાં ભારે વરસાદ અંગે સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

  • ગુજરાતમાં ભારે વરસાદ અંગે સ્કાયમેટનું અનુમાન
  • 8 અને 9 જુલાઇએ પૂર જેવી સ્થિતિ ઉભી થશે
  • ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, સુરત, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં શ્રીકાર મેઘમહેર વચ્ચે આગામી સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અંગે સ્કાયમેટનું અનુમાન છે કે આગામી 8 અને 9 જુલાઇએ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેના કારણે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સ્કાયમેટે સંભવાના વ્યક્ત કરી છે.


આગામી 8 અને 9 જુલાઇ ગુજરાતમાં મેઘો બોલાવશે બઘડાટી

વરસાદ અંગે સ્કાયમેટના અનુમાન મુજબ ભારે વરસાદને લઈને ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. આગામી 8 અને 9 જુલાઇએ ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. જેથી નદી નાળામા પુર આવી શકે છે. સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની પુરી પુરી શક્યતા જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ આંધ્રપ્રદેશ, તેલંગાણા,  મધ્યપ્રદેશ, મરાઠવાડ, છત્તીસગઢ, દક્ષિણ ઓરિસ્સા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાવતી આગળ વધશે જે તા. 8 થી 9ના રોજ ગુજરાત પહોંચી શકે છે. જેને લઈને ગુજરાતમાં તા. 8 અને 9 ના રોજ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી

બીજી બાજુ ગુજરાતમાં મેઘરાજા ધળબળાટી બોલાવશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતમાં આગામી 7થી 12 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડશે. તો કેટલાક સ્થળોએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ભારે વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારના ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા કચ્છના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવા આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ