બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Single dose of Covid-19 vaccine sufficient for already infected people: Study

મહામારી / શું કોરોના સંક્રમિત લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લેવા જોઈએ ? જાણો શું કહે છે ડોક્ટરો

Hiralal

Last Updated: 08:39 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદની AIG હોસ્પિટલના સ્ટડીમાં જણાવાયું છે કે પહેલેથી કોરોના સંક્રમિત લોકોના શરીરમાં પર્યાપ્ત એન્ટીબોડી હોવાથી વેક્સિનનો ફક્ત સિંગલ ડોઝ પૂરતો છે.

  • હૈદરાબાદની AIG હોસ્પિટલના સ્ટડીમાં દાવો
  • કોરોના સંક્રમિત લોકો માટે વેક્સિનનો એક ડોઝ પૂરતો
  • સિંગલ ડોઝથી પૂરતી એન્ડીબોડી બને છે

હૈદરાબાદ સ્થિત  AIG હોસ્પિટલે તાજેતરમાં 260 હેલ્થવર્કર્સ પર આ સ્ટડી કર્યો. જાન્યુઆરી 16 થી ફેબ્રુઆરી 5 ની વચ્ચે આ તમામ 260 કાર્યકરોને વેક્સિન અપાઈ હતી. સ્ટડીમાં જણાવાયું કે વેક્સિનના સિંગલ ડોઝે મેમરી ટી સેલ પર જે પ્રતિક્રિયા આપી તે કોરોના સંક્રમિત લોકોમાં ઘણી વધારે હતી. જ્યારે જે લોકોને કોરોના થયો નહોતો તેમનામાં ઓછી પ્રતિક્રિયા જોવા મળી. 

સંક્રમિત લોકો માટે વેક્સિનનો સિંગલ ડોઝ પૂરતો 

સંપૂર્ણ વેક્સિનેશન રણનીતિ પર આ સ્ટડીની અસર પર કોમેન્ટ કરતા એઆઈજી હોસ્પિટલના ચેરમેન ડો.ડી નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે પરિણામો દર્શાવે છે કે જે લોકોને કોરોના થયો હોય તેમણે વેક્સિનના બન્ને ડોઝ લેવાની જરુર પડતી નથી, સિંગલ ડોઝ તેમનામાં તંદુરસ્ત એન્ડીબોડી વિકસીત કરી શકે અને સંક્રમિત ન થનાર લોકોની તુલનામાં સંક્રમિત થનાર લોકોમાં મજબૂત મેમરી સેલ રિસ્પોન્સ મળી શકે છે.

હર્ડ ઈમ્યુનિટી લાવવા જ્યારે જરુરી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવામાં આવે ત્યારે ફક્ત એક ડોઝ લેનાર કોરોનાથી સંક્રમિત થનાર દર્દીઓ બીજો ડોઝ લઈ શકે છે. 

 Novavax એ અમેરિકા અને મેક્સિકોમાં કરેલા મોટા અને છેલ્લા સ્ટડીમાં આ તારણ આપ્યું છે. કંપનીએ જણાવ્યું કે વેક્સિન લગભગ 90 ટકા અસરકારક છે અને શરુઆતના આંકડામાં જણાવાયું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બરના અંત સુધી અમેરિકા, યુરોપ તથા બીજી જગ્યાએ વેક્સિનના ઉપયોગ માટે મંજૂરીની જરુર છે અને ત્યાં સુધી કંપની એક મહિનામાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરી લેશે.

આ દેશોને સૌથી પહેલા મળશે પુરવઠો
 Novavax ના મુખ્ય કાર્યપાલક સ્ટેનલી એર્કે જણાવ્યું કે અમારી શરુઆતના ડોઝ ઓછી આવક ધરાવતા દેશોને મળશે. અમેરિકાની અડધા કરતા પણ વસતી એક ડોઝ લઈ ચુકી છે. 

30000 લોકો પર થઈ ચુકી છે નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ 

નોવાવેક્સના સ્ટડીમાં અમેરિકા અને મેક્સિકોમાં 18 વર્ષ તથા તેનાથી વધારે ઉંમરના લગભગ 30,000 લોકો સામેલ થયા હતા. તેમાંથી બે તૃતિયાંશ લોકોને ત્રણ અઠવાડિયાની અંદર બન્ને ડોઝ આપવામાં આવ્યાં. કોરોનાના 77 કેસો આવ્યાં જેમાંથી 14 એ જૂથના લોકો હતા જેમને વેક્સિન આપવામાં આવી હતી જ્યારે બાકીના કેસોમાં ડમી વેક્સિન આપવામાં આવી. વેક્સિન લેનાર જૂથમાં કોઈને પણ બીમારી ગંભીર સ્તર સુધી પહોંચી નહોતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ