બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Siddaramaiah will be the next Chief Minister of Karnataka and DK Shivakumar will be the Deputy Chief Minister

કર્ણાટક CM / કોંગ્રેસની આ ફોર્મ્યુલા પર બંને નેતાઓ ખુશ: આ પદ મળતા 'DK'એ પણ કહ્યું 'OK', સિદ્ધારમૈયા જ CM

Priyakant

Last Updated: 07:45 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka CM News: કર્ણાટકમાં મુખ્યમંત્રીને પદને લઈ હવે ચાર દિવસને અંતે કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડે કર્યો મોટો નિર્ણય, સિદ્ધારમૈયા CM

  • કર્ણાટકમાં મુખ્યમંત્રીને પદને લઈ પાર્ટી હાઇકમાન્ડનો મોટો નિર્ણય 
  • સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે
  • ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
  • શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં યોજાશે

કર્ણાટકમાં મુખ્યમંત્રીને પદને લઈ હવે ચાર દિવસને અંતે કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે અને ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક સરકારની રચના માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છે. વિગતો મુજબ શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુમાં યોજાશે.

બેંગલુરુમાં આજે કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠક આજે (18 મે) સાંજે 7 વાગ્યે બોલાવવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના કેન્દ્રીય નિરીક્ષકોને CLP બેઠક માટે બેંગલુરુ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા બુધવારે કોંગ્રેસના કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, આગામી મુખ્યમંત્રી આજે કે કાલે નક્કી કરવામાં આવશે અને 72 કલાકમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.

હાઈકમાન્ડ સાથે CM પદના દાવેદારોની લાંબી બેઠકો
બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુખ્યમંત્રી પદના દાવેદારોની લાંબી બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે ચર્ચાના અનેક રાઉન્ડ થયા. બેઠકમાં સર્વસંમતિ બનાવવા માટે ડીકે શિવકુમારને પણ બેસાડવામાં આવ્યા હતા. અગાઉના દિવસે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને સામાન્ય સમજૂતીના અહેવાલો હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે,બેંગલુરુમાં શપથગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સાંજ સુધીમાં પાર્ટીએ આ વાતને નકારી કાઢી હતી અને કહેવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં હજુ 2-3 સમય લાગશે. હવે મોડી રાત્રે સમાચાર આવ્યા છે કે, આગામી મુખ્યમંત્રી પર સર્વસંમતિ સધાઈ છે.

તો શું પહેલા અઢી ફોર્મ્યુલાની ચર્ચા થઈ હતી ? 
વિગતો મુજબ દિવસભરની લાંબી કવાયત બાદ પાર્ટીમાં અઢી વર્ષની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે પણ આ અંગે શરત વ્યક્ત કરી હતી. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમારે કહ્યું હતું કે, જો સામાન્ય સમજૂતી હોય તો પણ પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ મને અને બીજો સિદ્ધારમૈયાને મળવો જોઈએ. ડીકે શિવકુમારે કહ્યું કે, મને પ્રથમ કાર્યકાળ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. એ પરિસ્થિતિમાં પણ હું મૌન રહીશ. આ સાથે ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદ માટે પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

આ તરફ ડીકે શિવકુમાર બુધવારે ફરી એકવાર મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે પોતાની સ્થિતિથી પીછેહઠ કરવા તૈયાર ન હતા અને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારી રહ્યા ન હતા. બાદમાં પાર્ટી હાઈકમાન્ડે વાત કરી અને તેમને વિશ્વાસમાં લીધા. પાર્ટી હાઈકમાન્ડનું માનવું હતું કે, સિદ્ધારમૈયા કે ડીકે એકલા શપથ લઈ શકશે નહીં. ચૂંટણીમાં જીત સામૂહિક નેતૃત્વને કારણે છે અને ટોચની નેતાગીરી કોઈપણ કિંમતે વન-મેન શો ઈચ્છતી ન હતી.  

CM પદના બંને દાવેદારોએ મીડિયામાં નિવેદન આપવાનું ટાળ્યું 
આ તરફ મુખ્યમંત્રી પદના બંને દાવેદાર ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયાબે દિવસથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધામા નાખ્યા હતા. જોકે આ દરમિયાન બંને નેતાઓએ મીડિયા સમક્ષ એવું કોઈ નિવેદન અથવા પ્રસ્તાવ આપવાનું ટાળ્યું હતું, જેના કારણે પાર્ટીને અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડે.

કર્ણાટકમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી 
નોંધનીય છે કે, 10 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી છે. પાર્ટીએ 224માંથી 135 સીટો પર જીત મેળવી છે. ભાજપને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. બીજેપી 66 સીટો સાથે બીજા ક્રમે છે. જ્યારે જેડીએસને માત્ર 19 સીટો મળી છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં કવાયત તેજ થઈ ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ