બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking incident of Chandni Chowk of Aud village in Umreth

ઠગાઈ / લૂંટેરી મહિલાઓથી સાવધાન: માતાજી તમારા દુઃખ દૂર કરશે.... કહીને ઘરમાં ઘૂસી ખંખેરી લીધાં આટલાં લાખ

Malay

Last Updated: 01:28 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમરેઠના ઓડ ગામના ચાંદની ચોકનો ચોંકાવનારો બનાવ, માતાજી તમારા દુઃખ દૂર કરશે કહી ત્રણ મહિલાઓ દોઢ લાખ લઈ ફરાર.

 

  • આણંદના ઉમરેઠમાં દોઢ લાખની ઠગાઈ
  • ઉમરેઠના ઓડ ગામમાં બની ઠગાઈની ઘટના
  • માતાજીના નામે 3 મહિલાએ કરી ઠગાઈ

વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાંથી સામે આવી છે. માતાજી તમારા દુઃખ દૂર કરશે તેવું કહીને મહિલાઓએ દોઢ લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

3 મહિલાઓનું કારસ્તાન
આ અંગે વિગતવાર વાત કરીએ તો ઉમરેઠના ઓડ ગામના ચાંદની ચોક ખાતે રહેતા રાજુભાઈ રાજપુરોહિતના ઘરેથી ત્રણ મહિલાઓ લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ગત સોમવારના રોજ રાજુભાઈ કામ અર્થે બહાર ગયા હતા. જ્યારે તેમના પત્ની કોમલબેન અને દીકરો-દીકરી ઘરે હતા, આ વેળાએ ત્રણ મહિલાઓ તેમના ઘરે પહોંચી હતી. 

માતાજી તમારા દુઃખ દૂર કરશે કહી ઘરમાં મુકેલી રકમ મંગાવી
રાજુભાઈના પત્ની કોમલબેનને આ ત્રણેય મહિલાઓએ ભાવનગરના ખોડીયાર માતાએથી આવ્યા હોવાનું કહીને ઘરમાં પ્રવેશ લીધો હતો અને જમાડાવાનું કહ્યું હતું.  તેઓના વિશ્વાસમાં આવીને કોમલબેને ત્રણેય મહિલાઓને જમાડી હતી. જે બાદ ત્રણેય મહિલાઓએ ઘરમાં ધૂપ ધૂણી કરી હતી અને માતાજી તમારા દુઃખ દૂર કરશે એવું કહીને ઘરમાં મુકેલી રકમ મંગાવી હતી. એ પછી જાણે બંને સંતાન અને મહિલા મૂર્છિત થઈ ગયા હતા.  મૂર્છિત થયેલા રાજુભાઈના પત્નની કોમલબેને ઘરમાં પડેલા દોઢ લાખ રૂપિયા મુક્યા હતા. 

લૂંટેરી મહિલાઓ CCTV કેમેરામાં કેદ

લૂંટેરી મહિલાઓ દોઢ લાખ લઈ ફરાર
જે બાદ લૂંટેરી મહિલાઓ દોઢ લાખ લઈ ફરાર થઈ ગઈ હતી. લૂંટેરી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે, ભાનમાં આવતા કોમલબેને સમગ્ર હકીકત પતિને જણાવી હતી. જે બાદ રાજુભાઈએ આ મામલે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દુઃખ દૂર કરવાના નામે ભૂવાએ ખંખેર્યા 35 લાખ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ધાનેરાના એક પરિવારે અંધશ્રદ્ધામાં 35 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને દુઃખ દૂર કરવાની લાલચ આપી હતી. તેઓએ આ દુઃખ દૂર કરવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
 


સળગતા સવાલ
લોકો સાથે ક્યાં સુધી શ્રદ્ધાના નામે ઠગાઈ થશે?
માતાજી અને ભગવાનના નામે લોકો ક્યાં સુધી રૂપિયા ગુમાવશે?
માતાજીના નામે ઠગાઈ કરનારી મહિલાની ધરપકડ ક્યારે થશે?
આ મહિલાઓએ અન્ય કેટલી જગ્યાએ ઠગાઈને અંજામ આપ્યો હશે?
આવા આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ