બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Shinde-led faction member's warning if 'Ajit Pawar joins BJP with NCP group'

રાજનીતિ / મહારાષ્ટ્રમાં ઉલટ-સુલટ ! અજિત પવાર ઘટનાક્રમથી ઉડી CM શિંદેની ઊંઘ, હવે આવું કરવા માગે છે, મોટા નેતા બોલી ગયાં

Hiralal

Last Updated: 07:38 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનસીપી નેતા અજિત પવારના ભાજપમાં જોડવાની ચર્ચા વેગ પકડતાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ચેતવણી આપી છે.

  • એનસીપી નેતા અજિત પવારના ભાજપમાં જોડવાની ચર્ચા
  • મહારાષ્ટ્રના સીએમ શિંદેની ચેતવણી
  • અજિત પવાર ભાજપમાં આવશે તો તેઓ સરકારનો હિસ્સો નહીં રહે
  • અજિત પવાર એનસીપી છોડીને આવે તો સ્વાગત કરીશું 

એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ શકે છે. હવે આ મામલે શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે જણાવ્યું હતું કે જો અજિત પવાર એનસીપી નેતાઓના જૂથ સાથે ભાજપ સાથે હાથ મિલાવે તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ નહીં બને. સંજય શિરસાટે કહ્યું હતું કે તેમને લાગે છે કે એનસીપી ભાજપ સાથે સીધા હાથ મિલાવશે નહીં. મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધન સત્તામાં છે. "અમારી વ્યૂહરચના સ્પષ્ટ છે. એનસીપી એ પાર્ટી છે જે છેતરપિંડી કરે છે. અમે તેમની સાથે મળીને શાસન નહીં કરીએ. જો ભાજપ એનસીપી સાથે જશે તો મહારાષ્ટ્રને તે ગમશે નહીં. અમે (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનામાંથી) બહાર નીકળવાનો નિર્ણય કર્યો કારણ કે લોકોને અમે કોંગ્રેસ અને એનસીપી સાથે રહીએ તે પસંદ નહોતું.

એકલા આવો તો તમારું સ્વાગત
સંજય શિરસાટેએ કહ્યું કે અજિત પવારે કશું કહ્યું નથી. આનો અર્થ એ કે તે એનઆઈસીપીમાં રહેવા માંગતા નથી. "અમે કોંગ્રેસ અને એનસીપી છોડી દીધી કારણ કે અમે તેમની સાથે રહેવા માંગતા ન હતા. અજિત પવારને ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. તેથી, જો તેઓ એનસીપી છોડી દેશે, તો અમે તેમનું સ્વાગત કરીશું. જો તેઓ એનસીપીના નેતાઓ સાથે આવશે તો અમે સરકારનો હિસ્સો નહીં બનીએ.

 પુત્રની ચૂંટણી હારી જવાથી અજિત પવાર નારાજ 
સંજય શિરસાટેએ કહ્યું કે અજિત પવાર તેમના પુત્ર પાર્થ પવારની ચૂંટણી હારી જવાથી નારાજ છે. તેમની નારાજગીને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પાર્થ પવાર 2019ની લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રના માવલ મત વિસ્તારમાંથી હારી ગયા હતા. 

2019ના શપથ ગ્રહણ સમારંભનો ઉલ્લેખ
તેમણે કહ્યું કે નવેમ્બર 2019માં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ માટે અજીત પવારને જવાબદાર ગણવામાં આવ્યા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અઢી વર્ષ બાદ શરદ પવારે કહ્યું કે, આ રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો પ્રયોગ છે. અજિત પવારે આ અંગે આજ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. નવેમ્બર 2019માં ગુપ્ત રીતે રચાયેલી દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવારની સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકી હતી.

અજિત પવારે ફગાવી ભાજપમાં જોડાવાની અટકળો
શિરસાટે કહ્યું કે અજિત પવાર મોટા નેતા છે અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે તેઓ સરળતાથી કહેતા નથી. ભાજપમાંથી બહાર નીકળવાની અફવાઓને ફગાવતા અજીત પવારે કહ્યું કે, હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી મારી પાર્ટી માટે કામ કરતો રહીશ. એન.સી.પી.માં કોઈ મતભેદ અને તેઓએ ભાજપ સાથે હાથ મિલાવ્યાના અહેવાલોમાં કોઈ તથ્ય નથી. અમે બધા (પાર્ટીના ધારાસભ્યો) એનસીપીની સાથે છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ