બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Shashi Tharoor thanked BJP government for making yoga international

દેશ / 'મોદી સરકારને પણ ક્રેડિટ આપો' યોગ દિવસ પર કોંગ્રેસે યોગ કરતો નેહરુનો ફોટો દેખાડતાં બોલ્યાં થરુર

Vaidehi

Last Updated: 04:40 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે યોગને લોકપ્રિય બનાવવાનો શ્રેય પૂર્વ PM જવાહરલાલ નહેરુને આપ્યો તો બીજી તરફ કોંગ્રેસનાં જ વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભાજપ સરકારનો ધન્યવાદ માન્યો. જુઓ શું લખ્યું.

  • કોંગ્રેસે યોગદિવસ નીમિતે કરી પોસ્ટ
  • જવાહરલાલ નહેરુનો શિર્ષાસન કરતો ફોટો પોસ્ટ
  • શશી થરૂરે રિટ્વીટ કરી ભાજપ સરકારને આપ્યો શ્રેય

આજે સમગ્ર વિશ્વમાં 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર કોંગ્રેસે યોગને લોકપ્રિય બનાવવા માટે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો ધન્યવાદ માન્યો. પરંતુ પાર્ટીનાં જ વરિષ્ઠ નેતા શશિ થરૂરે યોગને લોકપ્રિય બનાવવાનો શ્રેય ભાજપની કેન્દ્ર સરકારને આપ્યો.

શશિ થરૂરે ભાજપને આપ્યો શ્રેય
કોંગ્રેસ પાર્ટીએ સવારે પૂર્વ PM જવાહરલાલ નહેરનો શિર્ષાશન કરતો ફોટો શેર કર્યો હતો. આ સાથે જ તેમણે લખ્યું કે,'પંડિત નહેરુને ધન્યવાદ કે જેમણે યોગને લોકપ્રિય બનાવ્યું છે અને તેને રાષ્ટ્રીય નીતિનો એક ભાગ બનાવ્યું છે.' આ પોસ્ટને રિટ્વીટ કરતાં શશી થરૂરે લખ્યું કે,' હા જરૂર પરંતુ આપણને એ સૌનો આભાર પણ માનવો જોઈએ કે જેમણે યોગને પુનર્જીવિત કર્યું અને લોકપ્રિય બનાવ્યું, તેમાં આપણી સરકાર, પ્રધાનમંત્રી, વિદેશમંત્રાલય શામેલ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની મદદથી યોગ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કર્યું. હું દશકાઓથી કહી રહ્યો છું કે યોગ આપણો સોફ્ટ પાવર છે. તેને (યોગને) માન્યા મળતી જોઈ સારું લાગે છે.'

સમયાંતરે પાર્ટીને બોધપાઠ આપતાં રહે છે થરૂર
કોંગ્રેસ માટે ચૂંટણી લડી ચૂકેલા શશિ થરૂર સમયાંતરે પાર્ટીને બોધપાઠ આપતાં નજરે પડે છે. થરૂરે હાલમાં જ કહ્યું હતું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ તેમની પાર્ટી માટે જરૂરી છે કે તે આત્મસંતુષ્ટ ન થાય કારણ કે મતદાતાઓનું વલણ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચૂંટણીઓની વચ્ચે બદલાઈ શકે છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીનું કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શનનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેના થોડા મહિના પહેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી. લોકસભા સદસ્ય થરૂર કહે છે કે કોંગ્રેસ એવું માનીને ન ચાલી શકે કે જે બાબત પ્રદેશ ચૂંટણીઓમાં કામ કરી ગઈ તે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં પણ કામ કરશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ