બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Sharad Poonam Lunar Eclipse: Should Moon Darshan be done tonight or not?

Chandra Grahan 2023 / શરદપૂનમે ચંદ્ર પર લાગી રહ્યું છે ગ્રહણ: આજે રાત્રે ચંદ્રના દર્શન કરવા જોઈએ કે નહીં? જાણી લો નિયમ નહીંતર પસ્તાશો

Priyakant

Last Updated: 04:32 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2023 News: એવું કહેવાય છે કે, ગ્રહણ દરમિયાન તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે, જેના કારણે આપણી આસપાસની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન પૂજા કે ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી.

  • આજે થવા જઈ રહ્યું છે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 
  • ચંદ્રગ્રહણ જોવું જોઈએ કે નહીં?
  • ભારતમાં કયા સમયે ચંદ્રગ્રહણ થશે?

Chandra Grahan 2023 : આજે એટલે કે 28મી ઓક્ટોબરે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષની દૃષ્ટિએ ચંદ્રગ્રહણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે ચંદ્રગ્રહણ એક ભૌગોલિક ઘટના છે પરંતુ પૌરાણિક માન્યતા છે કે, પૂર્ણિમાની રાત્રે રાહુ અને કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે ચંદ્ર પર ગ્રહણ થાય છે. આવી સ્થિતિમાં ચંદ્ર ભગવાન પર આવેલ આ સંકટ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. 

એવું કહેવાય છે કે, ગ્રહણ દરમિયાન તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે, જેના કારણે આપણી આસપાસની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન પૂજા કે ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. ગ્રહણ સમયે મંદિરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. ઉપરાંત ઘણા લોકો માને છે કે ગ્રહણ દરમિયાન ચંદ્રને જોવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ચંદ્ર જોવાથી નકારાત્મક અસર થઈ શકે છે.  

File Photo

ચંદ્રગ્રહણ જોવું જોઈએ કે નહીં?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો સૂર્યગ્રહણની ઘટનાને ખુલ્લી આંખે જોવી યોગ્ય નથી, કારણ કે તે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. જો કે ચંદ્રગ્રહણ જોઈ શકાશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ જોઈ શકાય પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી ચંદ્રગ્રહણ જોઈ ન શકાય. જ્યારે ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણનો સમય શુભ માનવામાં આવતો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન જવું જોઈએ. કારણ કે આ સમય દરમિયાન પ્રકૃતિમાં થોડા સમય માટે એક વિચિત્ર શક્તિ ઉત્પન્ન થાય છે જે તમામ જીવોને અસર કરે છે. તેથી આ સમયે ઘરની બહાર નીકળીને ગ્રહણ જોવાનું સારું માનવામાં આવતું નથી.

File Photo 

ભારતમાં કયા સમયે ચંદ્રગ્રહણ થશે?
આ ચંદ્રગ્રહણ 01:06 AM પર શરૂ થશે અને 02:22 AM પર સમાપ્ત થશે. ભારતમાં આ ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યાં જોઈ શકાશે?
ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, હિંદ મહાસાગર, એટલાન્ટિક, દક્ષિણ પેસિફિક મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકામાં જોઈ શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ