બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / shahrukh khans film pathan earned 100 crores on ott deal even before its release

શું વાત છે! / રિલીઝ થયા પહેલા જ પઠાને કરી લીધી કરોડોની કમાણી, તૂટી શકે છે KGFનો રેકૉર્ડ!

MayurN

Last Updated: 10:48 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મના OTT રાઈટ્સ મેકર્સે લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મે લગભગ 40 ટકા કમાણી કરી છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની જંગી કમાણી
  • રિલીઝ પહેલાં OTT રાઈટ્સથી 40% કમાણી
  • વિરોધ પછી પણ બંને ગીતો જબરદસ્ત હિટ થયા

વર્ષ 2018માં 18 ડિસેમ્બરે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર સપાટ પડી ગઈ હતી. આ પછી, શાહરૂખ ખાનનું ભાગ્ય કોરોના અને વિવાદોથી ગ્રહણ થયું અને બ્રેકમાં 4 વર્ષ વીતી ગયા. હવે કોરોનાનો કહેર શાંત થયા બાદ શાહરૂખ ખાન ફરીથી સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ પઠાણનો વિરોધ્ધ
ફિલ્મ પઠાણનું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર શાહરૂખનું આવી પડ્યું હતુ. ગીતમાં દીપિકાની બિકીનીથી લઈને શાહરૂખના ડાન્સિંગ મૂવ્સ સુધી તે સવાલોના વર્તુળમાં ઘેરાયેલો જોવા મળ્યો હતો. સુપરસ્ટારનું કદ ધરાવતા શાહરૂખ ખાનને ફિલ્મની રિલીઝ પહેલા જ લોકોના કટુ વચનનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર ઉભા થયેલા વિરોધના તોફાન વચ્ચે પઠાણની બોટ ડૂબતી જોવા મળી હતી. પરંતુ શરૂઆતમાં આફત જેવો દેખાતો આ વિરોધ શાહરૂખ ખાન માટે એક તક સાબિત થયો છે.

વિરોધ પછી પણ બંને ગીતો જબરદસ્ત હિટ થયા
વિરોધ વચ્ચે ફિલ્મના બંને ગીતો જોરદાર હિટ થયા છે. બેશરમ રંગને યુટ્યુબ પર 134 મિલિયન વ્યુઝ મળ્યા છે. વિરોધ વચ્ચે ગીતોએ કમાણી કરી છે, હવે પઠાણે રિલીઝ પહેલા જ મોટી કમાણી કરી લીધી છે. OTT પ્લેટફોર્મ આ કમાણીનો સ્ત્રોત બન્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ બંને ફિલ્મના રાઇટ્સ ખરીદવાની રેસમાં હતા.

OTT રાઈટ્સથી કમાણી
જોકે, ફિલ્મના અધિકારો અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના OTT રાઈટ્સ મેકર્સે લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મે લગભગ 40 ટકા કમાણી કરી છે. એટલું જ નહીં, કમાણી કરવાની પ્રક્રિયા હજી અટકી નથી. ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ પણ હજુ વેચાયા નથી.

રિલીઝ પહેલાં 40% કમાણી
રિલીઝ પહેલા લગભગ 40 ટકા કમાણી કરી ચૂકેલી ફિલ્મ પઠાણના ઓપનિંગ પર જ ફિલ્મ નક્કી થશે. જોકે, મેકર્સે ફિલ્મના ગીતોમાંથી પણ તગડી રકમ કમાઈ છે. હવે જો ફિલ્મની કમાણી આમ જ ચાલુ રહેશે તો 2022માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ kGFનો રેકોર્ડ પણ તૂટી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ